Connect Gujarat
દેશ

PM મોદીએ મન કી બાતમાં વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે ટિપ્સ આપતા  કહ્યુ સ્માઈલ મોર સ્કોર મોર"

PM મોદીએ મન કી બાતમાં વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે ટિપ્સ આપતા  કહ્યુ સ્માઈલ મોર સ્કોર મોર
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો દ્વારા તેમના 28 માં મન કી બાત ના કાર્યક્રમ માં લોકોને સંબોધ્યા હતા.તેઓએ ખાસ કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંગેની સૂચનાઓ અને શિખામણો આપી હતી.

મોદીએ" સ્માઈલ મોર સ્કૉર મોર " નું સૂત્ર આપતા જણાવ્યુ હતુ કે પરીક્ષા તમારા આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતનું પરિણામ જોવા માટે હોય છે તેનાથી આખા જીવનનું તારણ નથી નીકળી શકતુ. તેમજ પરીક્ષા સમયે રિલેક્સ રેહવું જોઈએ અને સાથે રમવું પણ જોઈએ તેમ કહ્યું હતુ.

વધુમાં કેટલાક ઉદાહરણો આપતા મોદીએ કહ્યું હતુ કે જીવન તમારા મેળવેલા જ્ઞાન પર ચાલે છે નહિ કે તમારી માર્કશીટ પર તેથી તણાવ રહિત થઈને પરીક્ષા આપવી. આ સાથે જમ્મુમાં થયેલ હિમસ્ખલનને કારણે શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને 30 જાન્યુઆરીએ એટલે કે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર બે મિનિટ મૌન પાડવાની પણ અપીલ દેશવાસીઓને કરી હતી.

આગામી સમયમાં પાંચ રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીપંચ સહિત વિરોધ પક્ષના નેતાઓની નજર મન કી બાત પર રહી હતી.પરંતુ મોદીએ પરીક્ષાને અનુલક્ષીને જ વાતો કરી હતી.

Next Story