Connect Gujarat
દેશ

PM મોદીએ લોન્ચ કર્યાના બીજા જ દિવસે ‘વંદે ભારત એક્સપ્રેસ’ ખડી પડી

PM મોદીએ લોન્ચ કર્યાના બીજા જ દિવસે ‘વંદે ભારત એક્સપ્રેસ’ ખડી પડી
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપ્યાના બીજા જ દિવસે ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થતા બ્રેક ડાઉન થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે સવારે ટ્રેન તેના પ્રથમ કમર્શિયલ રન માટે વારાણસીથી પરત આવી રહી હતી. ત્યારે ઉત્તર પ્રદેશના ટુંડલા જંક્શનથી 15 કિ.મી.ના અંતરે કોઈ પશુ અથડાવાથી બ્રેક ડાઉન થઈ ગઈ હતી.અધિકારીઓના મતે ટી18 ટ્રેન સાથે પશુ અથડાતા તેના પૈડા લપસી ગયા હતા. અને આ મામલે એન્જિનિયરો તપાસ કરી રહ્યા છે.

ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે જણાવ્યું હતું કે, ‘ટ્રેન સાથે પશુ ટકરાતા પૈડાં સ્કિડ થઈ ગયા હતા.

સૂત્રોના મતે ટ્રેનમાં પત્રકારો સવાર હતા અને ટ્રે ડુંડલા જંક્શન ખાતે એક કલાક અટવાઈ પડી હતી. અડચણ દૂર કરાયા બાદ ટ્રેન ફરી સવારે 8.15 કલાકે દિલ્હી તરફ આગળ જવા રવાના થઇ હતી.

17 ફેબ્રુઆરીથી દિલ્હીથી આ ટ્રેન તેની પ્રથમ કોમર્શિયલ જર્ની શરૂ કરશે. ચેન્નથઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ખાતે ટ્રેન 18નું નિર્માણ થયું છે જેને રેલવે મંત્રી પીયૂષ ગોયલ દ્વારા તાજેતરમાં જ રેલવેમાં સમાવેશ કરાયો હતો. આ ટ્રેન પ્રતિ કલાક 180 કિ.મી.ની ઝડપ સાથે ભારતની સૌથી વધુ ગતિ ધરાવતી ટ્રેન છે જે દિલ્હી-મુંબઈ રાજનાધી રૂટ પર દોડશે.

Next Story