Connect Gujarat
Featured

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જનતા પાસેથી જન્મદિવસનું માગ્યું આ ખાસ ગિફ્ટ

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જનતા પાસેથી જન્મદિવસનું માગ્યું આ ખાસ ગિફ્ટ
X

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આ ખાસ દિવસે અનેક લોકો, નેતાઓ અને અનેક દેશના વડાપ્રધાન, બોલિવૂડ સેલેબ્સ સહિતના લોકોએ પીએમ મોદીને શુભકામનાઓ પાઠવી. સમાજના દરેક વર્ગે પીએમના સ્વસ્થ અને દીર્ઘાયુ રહેવાની કામના કરી, મોડી રાતે પીએમ મોદીએ તમામ શુભકામના પાઠવનારાનો આભાર માન્યો અને સાથે ગિફ્ટ માટે તેમની વિશ લિસ્ટ પણ જાહેર કર્યુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા પાસે ગિફ્ટમાં માંગી 5 વસ્તુઓ અને ટ્વિટ કરીને પી એમએ જાહેર કર્યું વિશ લિસ્ટ.

https://twitter.com/narendramodi/status/1306671304490143747

શુભકામનાઓ માટે જનતા અને અન્ય તમામ વ્યક્તિઓના આભાર માન્યા બાદ પીએમ મોદીએ એક અન્ય ટ્વિટમાં લખ્યું છે કે અનેક લોકો મને પૂછે છે કે મારે મારા બર્થડે પર શું જોઈએ છે. આ માટે હું મારું વિશ લિસ્ટ જણાવી રહ્યો છું. મને જોઈએ છે કે તમે માસ્ક પહેરી રાખો અને તેને કાયદા સાથે પહેરો. સોશ્યિલ ડિસ્ટન્સિંગને ફોલો કરો. બે ગજની દૂરીનું અંતર ધ્યાનમાં રાખો. ભીડભાડવાળી જગ્યાથી દૂર રહો. ઈમ્યુનિટી વધારો અને પૃથ્વીને સ્વસ્થ બનાવો.

https://twitter.com/narendramodi/status/1306671426930225152

Next Story