Connect Gujarat
ગુજરાત

PM મોદીના શબ્દોને ઐશ્વર્યાએ રૂપાંતરિત કર્યા સુરાવલીમાં, સાંભળો તેનાં જ અવાજમાં

PM મોદીના શબ્દોને ઐશ્વર્યાએ રૂપાંતરિત કર્યા સુરાવલીમાં, સાંભળો તેનાં જ અવાજમાં
X

સિંગર ઐશ્વર્યા મજમુદાર હાલ નવરાત્રિ મહોત્સવમાં અંકલેશ્વર ખાતે પોતાનાં સૂરો થકી ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે.

બોલિવૂડ સિંગર અને ગુજરાતી દીકરી ઐશ્વર્યા મજમુદાર હાલમાં અંકલેશ્વર ખાતે નવરાત્રિ મહત્સવમાં પોતાનાં સૂરો રેલાવી રહી છે. ત્યારે ખેલૈયાઓ પણ ભારે ઉત્સાસ સાથે ગરબે ઘુમી રહ્યા છે. ત્યારે તેમણે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં લખાણથી પ્રેરાઈને તેમની એક રચનાને ગરબાનું રૂપ આપ્યું છે. જેને બિન્દુબહેન ત્રિવેદી સાથે રહી ઐશ્વર્યાએ પોતાની સુરાવલીમાં રૂપાંતરિત કર્યો છે. જેના વડાપ્રધાને ટ્વિટ કરીને વખાણ પણ કર્યા હતા. અંકલેશ્વર ખાતે કનેક્ટ ગુજરાત સાથેની મુલાકાતમાં તેમણે પોતાના ગરબા વિશે સમજ આપી તેના મહત્વ વિશે માંડીને વાત કરી હતી. તો કનેક્ટ ગુજરાત ઐશ્વર્યાના આ ગરબાને તેનાં જ સૂરો સાથે પોતાના વાચકો સમક્ષ મૂકી રહ્યું છે.

https://www.youtube.com/watch?v=TU0kEPVVCAk

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા શબ્દોને ઐશ્વર્યાએ જેમાં સ્વર થકી ગરબો રચ્યો છે. તેનાં શબ્દો કંઈક આવાં છે....ગાય એનો ગરબો..ઝીલે એનો ગરબો...ઘુમે એનો ગરબો...ગરબો ગુજરાતની ગરવી મિરાંત છે. તેણે વધુમાં જમાવ્યું કે, ગરબો એ એક માત્ર ગુજરાતીઓ પાસે રહેલો ખજાનો છે. તેની સાચી સેલિબ્રેશનની ફિલિંગ તો અંદરથી જ આવે છે. જેને આપણે આરાધના તરીકે ઓળખાવીએ છીએ. તમે જ્યાં પણ હોવ ત્યાં આ નવ દિવસ દરમિયાન તમને શક્તિનો આભાસ થાય છે. અને આપણને ખ્યાલ રહે છે કે માતાજી જે પણ કરશે તે મારા માટે સારૂં હશે.

ઐશ્વર્યાનો થોડો પરિચય આપીએ તો અમદાવાદમાં જન્મેલી ઐશ્વર્યા મજમુદારનાં માતા-પિતા બંને વ્યવસાયે ગાયકો હોવાથી તેને પણ ગળથૂથીમાં જ સંગીતનાં ગૂણ પ્રાપ્ત થયા છે. અને બાળપણથી જ ઐશ્વર્યાને સંગીતની તાલીમ પણ મળી હતી. જેના પગલે માત્ર ૩ વર્ષની ઉંમરે જ તેણે જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતનાં ચહેરા એવા મોનિકા શાહ પાસેથી તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું. એ પછી સુગમ સંગીતના પ્રસિદ્ધ ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે તેમણે કંઠ્ય સંગીતની પણ તાલીમ લીધી હતી. જ્યારે અમુલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં વર્ષ 2008માં ઐશ્વર્યાને અમિતાભ બચ્ચનના હસ્તે છોટે ઉસ્તાદનો એવોર્ડ મળ્યો હતો. ત્યાર પછી પછી ઐશ્વર્યાનો અવાજ દેશભરમાં જાણીતો બની ચૂક્યો હતો. અને બોલીવૂડમાં પણ સ્થાન મળ્યું. ઐશ્વર્યા છેલ્લા ત્રણેક વર્ષથી અંકલેશ્વરનાં ખૈલાયાઓને સૂરોનાં તાલ સાથે ગરબા કરાવી રહ્યાં છે.

Next Story