Connect Gujarat
દેશ

PM મોદી આજે આસામમાં દેશનાં સૌથી લાંબા રેલ-રોડ પુલનું ઉદ્ધાટન કરશે

PM મોદી આજે આસામમાં દેશનાં સૌથી લાંબા રેલ-રોડ પુલનું ઉદ્ધાટન કરશે
X

આ પુલ આસામ અને અરુણાચલપ્રદેશ વચ્ચેનાં અંતરને ૫૦૦ કિમી ઓછું કરી દેશે.

૧૯૯૭માં એચડી દેવેગૌડાએ પુલનો પાયો નાખ્યો હતો, ૧૬ વર્ષ પહેલા વાજપેયીની સરકારમાં કામ શરૂ થયુ હતુ.

વડાપ્રધાન આજે આસામનાં દિબ્રુગઢમાં બ્રહ્મપુત્ર નદીનાં ઉત્તર અને દક્ષિણ તટને જોડનારા દેશનાં સૌથી લાંબા પુલનું ઉદ્ધાટન કરશે. આ પુલની લંબાઈ ૪.૯૪ કિમી છે. સરકાર જનતાને ગુડ ગવર્નેંસ દિવસની ઉજવણીનાં રૂપે આ પુલની ભેટ આપી રહી છે.

૧૯૯૭માં વડાપ્રધાન રહી ચૂકેલા એચડી દેવગૌડાએ પુલનો પાયો નાંખ્યો હતો. સાથે જ ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયી સરકારે આ પુલનું નિર્માણકાર્ય શરૂ કર્યુ હતું. આ પુલ ૫૯૨૦ કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયો હતો.

૧૬ વર્ષ પહેલા વાજપેયીની સરકારમાં આ પુલનું નિર્માણકાર્ય શરૂ થયુ હતું. આ પુલ પરથી પહેલી માલગાડી ૩ ડિસેમ્બરે પસાર થઈ હતી. બોગીબલી પુલને અરુણાચલથી ચીનની સરહદ સુધી વિકાસ પરિયોજના હેઠળ બનાવાયો હતો. બોગીબીલ પુલને એન્જિનીયરીંગનો અદભૂત નમૂનો માનવામાં આવે છે. આ પુલ દિબ્રુગઢથી અરુણાચલપ્રદેશનાં ધેમાજી જિલ્લાને જોડશે. જેમાં આસામથી અરુણાચલ પ્રદેશ જવા માટે લાગતા સમયમાં ૧૦ કલાકનો ઘટાડો થશે.

બ્રહ્મપુત્ર નદી પર પુલ બનાવવો એક મોટો પડકાર હતો. આ વિસ્તારમાં વરસાદ વધુ થાય છે. આ ઉપરાંત ભૂકંપ વિસ્તારમાં હોવાથી ભય રહે છે.રેલવે દ્વારા બનાવવામાં આવેલા ડબલ-ડેકર પુલ પરથી ટ્રેન અને ગાડીઓ પણ પસાર થઈ શકશે. ઉપલા સ્તરે ત્રણ લાઈનનો રસ્તો બનાવવામાં આવ્યો છે. નીચલા સ્તરમાં ટ્રેક બનાવાયા છે. આ પુલની મજબૂતાઈ એટલી છે કે તેણી ઉપરથી મીલિટ્રીના ટેંક પણ પસાર થઈ શકશે.

Next Story