Connect Gujarat
Featured

ધર્મ ચક્ર દિવસ પર બોલ્યા પીએમ મોદી – બોદ્ધ સંપ્રદાયે આપ્યો અહિંસા અને શાંતિનો સંદેશ

ધર્મ ચક્ર દિવસ પર બોલ્યા પીએમ મોદી – બોદ્ધ સંપ્રદાયે આપ્યો અહિંસા અને શાંતિનો સંદેશ
X

બૌદ્ધ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતા ધર્મ ચક્ર દિવસ ની આજે બોદ્ધ સંપ્રદાય ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદી વિડિયો દ્વારા ધર્મ ચક્ર દિવસ તેમજ હિન્દુ ધર્મના ગુરુ પુર્ણિમા દિવસની શુભ કામનાઓ પાઠવી હતી. સાથે બોદ્ધના વિચારો સાથે વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન યુવા મન દ્વારા થશે તેવી કામના કરી હતી.

સંસ્કૃતિ મંત્રાલયની દેખરેખ હેઠળ આજે એટલે કે શનિવારે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ ધર્મ ચક્ર દિવસ તરીકે અષાઢ પૂર્ણિમા ઉજવશે. આ દિવસે, મહાત્મા બુદ્ધે તેમના પ્રથમ પાંચ શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. આ પ્રસંગે, વિશ્વભરના બૌદ્ધ લોકો દર વર્ષે તેને ધર્મચક્રના દિવસ તરીકે ઉજવે છે. જ્યારે હિન્દુ ધર્મમાં, આજે ગુરુને માન આપવાનો દિવસ છે અને તે ‘ગુરુ પૂર્ણિમા’ તરીકે ઉજવાય છે.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો દ્વારા દેશવાસીઓને સંબોધન કરતાં કહ્યું કે બૌદ્ધ ધર્મ લોકોને માન આપવાનું શીખવે છે. લોકો માટે આદર, ગરીબો પ્રત્યે આદર, મહિલાઓ પ્રત્યે આદર. શાંતિ અને અહિંસા માટે આદર કરવો. એટ્લે જ બુદ્ધ દ્વારા આપવામાં આવેલ શીખ આજે પણ પ્રાસંગિક છે.

તેમણે કહ્યું કે ગૌતમ બુદ્ધે સારનાથમાં આપેલા તેમના પ્રથમ ઉપદેશમાં અને પછીના દિવસોમાં પણ બે બાબતો આશા અને હેતુ વિશે વાત કરી હતી. તેઓએ આ બંને વચ્ચે મજબૂત કડી જોઈ હતી. કેમ કે આશાથી જ ઉદ્દેશ્ય પેદા થાય છે.

વડા પ્રધાને કહ્યું કે ઝડપી ગતિશીલ યુવા મન, વૈશ્વિક સમસ્યાઓનું નિરાકરણ લઈને આવી રહ્યું છે. ભારત પાસે સૌથી મોટું સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમ છે. હું મારા યુવા મિત્રોને પણ અપીલ કરીશ કે તેઓ બુદ્ધના વિચારો સાથે જોડાય. તેઓ પોતે તેમનાથી મોટિવેટ થાય અને બીજાને પણ આગળનો રસ્તો બતાવે. આજે વિશ્વ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. આ તમામ પડકારોનો સામનો ગૌતમ બુદ્ધના વિચારોથી કરી શકાય છે. તેઓ અગાઉ પણ પ્રાસંગિક હતા. હજી પણ છે અને આગળ પણ રહેશે.

Next Story