પીએમ મોદીનો દાવો : દેશની અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર જ છે

New Update
પીએમ મોદીનો દાવો : દેશની અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર જ છે

એસોચેમના સો વર્ષ પૂર્ણ થયા તે સંદર્ભે મોદીએ સંબોધન કર્યુ હતું. તેમણે દેશની હાલની આર્થિક સ્થિતિ યોગ્ય રીતે કાર્યરત છે તેવો દાવો કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસોચેમના 100 વર્ષ પુરા થયા હોવા નિમિતે બેઠકને સંબોધી હતી. તેમણે કહ્યું કે, આપણી સરકારે માત્ર અર્થવ્યવસ્થાને બરબાદ કરવા માટે રોકી નથી,પણ તેમાં શિસ્ત લાવવાનો પણ પુરેપુરો પ્રયાસ કર્યો.પોતાને તેમણે 130 કરોડ ભારતીયોના એજન્ટ ગણાવ્યા હતા. ભારતની અર્થવ્યવસ્થા નક્કી કરાયેલા નિયમો પ્રમાણે ચાલે તેના માટે અમે આધારભૂત અને ચોતરફા નિર્ણય કર્યા છે. આપણે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ.મોદીએ કહ્યું કે,સો વર્ષની યાત્રાનો અર્થ ત્રણ સદીના દર્શન છે.

ભારતનું આઝાદી આંદોલન જોયુ છે અને આઝાદ ભારતને પણ જોયું છે. ભારતની વિકાસ યાત્રાનો જે ઈતિહાસ રહ્યો છે, તેની સાથે તમારી સંસ્થાગત યાત્રાનો પણ એક સહયાત્રી તરીકેનું યોગદાન રહ્યું છે. આજે દેશની સરકાર ખેડૂત,મજૂર,વેપારીઓ અને ઉદ્યોગ જગતને સાંભળે છે અને તેમની જરૂરિયાતોને સમજે છે. મોદીએ કહ્યું કે,ભારતની અર્થવ્યવસ્થાને બમણી કરવા માટે અમારા પ્રયાસ દિલ્હી સુધી સિમીત નથી. તેના માટે અન્ય રાજ્યોમાં પણ નિર્માણ સહિત અન્ય વિકાસ કાર્ય કરાઈ રહ્યા છે. અર્થવ્યવસ્થા અંગે આજે જે ચર્ચાઓ ચાલી રહી છે,હું બધું જાણું છું. તેમને પડકારતો નથી. દરેક વાતમાં પોઝિવીટ વાત જ શોધું છું