Connect Gujarat
Featured

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું- પડકાર ભલે મોટો હોય, સાથે મળીને લડીશું

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું- પડકાર ભલે મોટો હોય, સાથે મળીને લડીશું
X

દેશમાં ચારે તરફ કોરોનાનો હાહાકાર છે અને રોજના હજારો લોકો મોતના ખપ્પરમાં હોમાય રહયાં છે ત્યારે મંગળવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રિના 8 વાગીને 45 મિનિટે દેશવાસીઓને સંબોધિત કર્યા હતાં. તેમણે દેશમાં ચાલી રહેલા વેકસીનેશન કાર્યક્રમ, કોરોનાને રોકવા ભરાયેલા પગલાંઓની માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે કોવીડની ગાઇડલાઇનના પાલન કરાવવાની જવાબદારી દેશવાસીઓ તથા રાજયોના માથે નાંખી છે. તેમણે દરેક રાજયને લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે રાખવા સુચના આપી છે. આમ દેશમાં લોકડાઉન આવશે કે નહિ તેની ચર્ચાઓ ઉપર હાલ પુરતુ પુર્ણ વિરામ મુકાય ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો સારાંશ : કોરોનાના કેસ વધી રહયાં હોવા છતાં રાજયોમાં લોકડાઉન લાગુ નહિ પડે. તમામ રાજયોએ લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે રાખવો પડશે. કોરોનાના કારણે ગત વર્ષે જે સ્થિતિ હતી તેના કરતાં આ વર્ષે સારી છે. દેશમાં દવાઓનું ઉત્પાદન વધ્યું છે તેમજ હાલ દેશમાં બનેલી કોરોનાની બે રસીઓ ઉપલબ્ધ છે. 18 વર્ષથી ઉપરની ઉમંર ધરાવતાં તમામ લોકોને રસી આપવામાં આવશે. સરકારી રસીકરણ કાર્યક્રમ ચાલુ રહેશે સાથે ટેસ્ટીંગની સંખ્યા પણ વધારવામાં આવશે. ઓકિસજનની માંગમાં વધારો થયો છે ત્યારે તેના ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા માટે પ્રયાસો ચાલી રહયાં છે. કોવીડની ગાઇડલાઇનનું પાલન કરાવવા હવે લોકોએ આગળ આવવું પડશે. સામાજીક સંસ્થાઓ પણ લોકોને મદદ કરે. આપણે ધૈર્ય રાખીશુંં તો કોરોના સામે જરૂરથી જીત મેળવીશું.........

Next Story