Connect Gujarat
દેશ

PNB સાથે કૌભાંડા આચરનાર નિરવ મોદીની 5100 કરોડની સંપત્તિ EDએ કરી જપ્ત

PNB સાથે કૌભાંડા આચરનાર  નિરવ મોદીની 5100 કરોડની સંપત્તિ EDએ કરી જપ્ત
X

પંજાબ નેશનલ બેન્ક ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ EDએ કૌભાંડ કરનાર નિરવ મોદીની 5100 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ગુરુવારે ડાયમંડ બિઝનેસમેન નિરવ મોદી અને મેહુલ ચોક્સીનાં ગીતાંજલિ જેમ્સના 17 સ્થળોએ EDએ દરોડા પાડી 5100 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં હિરા, ઝેવારાત અને સોનુ સામેલ છે. નિરવ મોદીનો પાસપોર્ટ જપ્ત કરવા માટે EDએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. 11,500 કરોડના કૌંભાડના આરોપી નિરવ મોદી અને મેહુલ ચોક્સી બંને દેશની બહાર છે.

દેશના બેંકિંગ ઈતિહાસમાં સૌથી મોટા ફ્રોડમાં પંજાબ નેશનલ બેંકનાં 11,500 કરોડ રૂપિયાના કૌભાંડના ખુલાસા બાદ ડાયમંડ કિંગ નિરવ મોદી પર સકંજો કસવામાં આવ્યો છે. નિરવ મોદી આ કૌભાંડનો મુખ્ય આરોપી છે અને તેને જોતા જ પકડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.

11,500 કરોડનાં ફ્રોડ કેસમાં પંજાબ નેશનલ બેંકે પ્રેસ કોન્ફરન્સ ભરીને સ્પષ્ટતા કરી છે. બેંકના એમડી સુનીલ મહેતાએ કહ્યું કે, નિરવ મોદી પૈસા પરત કરવા માંગતા હતા પરંતુ પ્લાન પ્રોપર નહોતો. તેઓએ કહ્યું કે, અમે 133 વર્ષ જૂનું સંગઠન છીએ. આ દરમિયાન અનેક ઉતાર-ચઢાવ જોયા. અમે બીજી સૌથી મોટી નેશનલાઇઝ્ડ બેન્ક છીએ. અમે મીડિયાનો સહયોગ ઈચ્છીએ છીએ. અમે ખોટા કામ કરનારાઓ સામે એક્શન લઈશુ.

Next Story