ભરૂચ : કોલેજો બંધ કરાવવા નીકળેલા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 10થી વધુની અટકાયત

0

રાજયમાં બિન સચિવાલય ભરતી પરીક્ષાના મુદે કોંગ્રેસ આક્રમક બની છે. શનિવારના રોજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇએ બંધનું એલાન આપ્યું હતું. જે અંતર્ગત ભરૂચમાં કોલેજ બંધ કરાવવા નીકળેલાં કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે પોલીસે 10થી વધારે કાર્યકરોની અટકાયત કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. 

બિન સચિવાલય ભરતી પરીક્ષામાં ગેરરીતિની તપાસ માટે રાજય સરકારે સીટની રચના કરી છે પણ પરીક્ષા રદ કરવાની માંગ સાથે કોંગ્રેસે આંદોલનના મંડાણ કર્યા છે. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ તરફથી શનિવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અપીલ કરી હતી. બંધના એલાનના પગલે ભરૂચ શહેરમાં આવેલી તમામ કોલેજોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. કોલેજ બંધ કરાવવા માટે આવેલાં કોંગી કાર્યકરોને પોલીસે અટકાવતાં ઘર્ષણ થયું હતું. કેટલાક કાર્યકરો પોલીસને ચકમો આપી દરવાજા કુદીને કોલેજ પરિસરમાં પ્રવેશી ગયાં હતાં અને સરકાર વિરોધી નારેબાજી કરી હતી. વાતાવરણ તંગ બની જતાં પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો હતો. 10થી વધારે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયાં હતાં. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here