Connect Gujarat
ગુજરાત

આ ગુજરાતી ચટાકો વખણાય છે દેશ વિદેશમાં, શિયાળામાં લોકો ભરપુર લાભ ઉઠાવે

આ ગુજરાતી ચટાકો વખણાય છે દેશ વિદેશમાં, શિયાળામાં લોકો ભરપુર લાભ ઉઠાવે
X

સુરતી વાનીનો પોંક સુરતથી વડોદરા વચ્ચેનાં માર્ગો ઉપર સરળતાથી મળી રહે છે.

શિયાળાની મોસમમાં ભરૂચ નજીકથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે ઉપર બિલાડીનાં ટોપની માફક પોંક સેન્ટર ખુલી જતા હોય છે. હાલમાં પોંકની સિઝન ભરપુર જામી છે. ત્યારે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અચૂક પણે આ પોંકનો લાભ લેતા જોવા મળી રહ્યા છે. પોંક માત્ર શિયાળામાં જ મળતો હોવાથી લોકો અવશ્ય તેની મઝા માણતા હોય છે. ઘણા લોકો આ પોંક ખરીદીને દેશ વિદેશમાં વસતા તેમનાં સંબંધીઓને પણ મોકલાવતા હોય છે. હાલ આ પોંક 400 રૂપિયે કિલોનાં ભાવે વેચાઈ રહ્યો છે.

ગુજરાતીઓની જીભમાં હંમેશાં કોઈકને કોઈ વાનગી ખાવામાં ચટકો હોય છે. ત્યારે સિઝનેબલ ચીજોને આરોગવામાં પણ એટલા જ માહિર હોય છે. ત્યારે સુરતનો ખાસ વખણાતો સુરતીવાની પોંક હવે તો નેશનલ હાઈવેની બાજુમાં ભરપુર માત્રામાં મળી રહે છે. ખાસ કરીને ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં વડોદરા તરફનાં માર્ગ ઉપર ઠેક ઠેકાણે રોડ સાઈડમાં પોંક સેન્ટર જોવા મળતા હોય છે. પોંક ખાવા માટે લિંબુ મરીની સેવ સૌથી મહત્વની ભુમિકા ભજવે છે. જેનાથી પોંક ખાવાની મઝ જ કંઈક અલગ હોય છે.

એક સમયે સુરતની બહાર કહેવાતા પાલ, પાલનપોર, રાંદેર અને અડાજણ વિસ્તારમાં આંઘળી વાનીના પોંક માટેની જુવારના ડુંડાની ભરપુર ખેતી થતી હતી. આ વિસ્તારમાં સંખ્યાબંધ ખેતરો હોવાથી પોંક સરળતાથી મળી રહેતો હતો. પરંતુ હવે સુરતના આ વિસ્તારો સિમેન્ટ કોંક્રીટના જંગલોમાં પરિવર્તિત થતાં આંધળી વાનીની જુવારની ખેતી બંધ થઈ ગઈ છે. જે હવે ઓલપાડ વિસ્તારના ખેતરોમાં ખેડૂતો બનાવી રહ્યા છે.

પોંકની શરૂઆત ક્યારે થઈ તેના ચોક્કસ પુરાવા નથી મળતા. પરંતુ અંદાજે 70 વર્ષ પહેલાં સુરતના ગર્ભશ્રીમંત કહેવાતા પારસી અને વોરા સમાજનાં લોકો પોંક ખાવા માટે અડાજણ, રાંદેર તથા અન્ય વિસ્તારના ખેડુતોના ખેતરે જતાં હતા. ખેતરમાં જ એક ભઠ્ઠી બનાવીને તેમને પોંક પાડી આપવામાં આવતો હતો. ધીમે ધીમે પોંક પ્રચલિત થતાં શિતલ ટોકીઝ પાસે પોંક નગર બનતું. આજે આ પોંક રસ્તાઓની બાજુમાં મળતો થયો.

Next Story