/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/IMG-20180926-WA0035.jpg)
ઔડી કાર સિક્રયુરીટી ગાર્ડ માટે કાળમુખી સાબિત થઈ, કારનો ચાલક સ્થળ પર કાર મુકી ફરાર
વડોદરાના પોર ગામ નજીક ગતરોજ નેશનલ હાઇવે ૪૮ પર પુરપાટ ઝડપે દોડી રહેલી એક ઔડી કારે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સિક્યુરીટી ગાર્ડનો નોકરીનો આ પ્રથમ દિવસ હતો. જે અંતિમ દિવસ બની ગયો.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર વડોદરાની પોર જી.આઈ.ડી.સી. માં એક કંપનીમાં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કૃષ્ણ રાજ સિંહ પ્રતાપ સિંહ માહિડા ફરજ બજાવી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળા આર.કે. પેટ્રોલ પમ્પ નજીક ને.હા.48 ઉપર રોડ ક્રોસ કરતી વેળા ભરૂચ તરફથી પુરઝડપે અને ગફલત ભરી રીતે એક ઓડી કાર નંબર GJ 06-Q-4545ના ચાલકે કૃષ્ણરાજ સિંહ પ્રતાપસિંહ મહિડાને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજવા પામ્યું હતું.
ઘટનાની જાણ થતા વરણામા પોલીસે સ્થળ પર પહોંચી મોતને ભેટનાર કૃષ્ણરાજના મૃતદેહને પી.એમ અર્થે પોર રેફરલ હોસ્પિટલમાં ખસેડયો હતો. અકસ્માત બાદ ઓડી કારના ચાલકે ગાડી સ્થળ ઉપર મૂકી ભાગી ગયો હતો. વરણામા પોલીસે ઓડી કારનો કબજો લઇ અને ફરાર કારના ચાલકને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનનાર હતભાગી કૃષ્ણરાજ સિંહ પ્રતાપસિંહ મહિડાનો સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરીનો પ્રથમ દિવસ હોવાનું જાણવા મળ્યું હતું.