New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-126.jpg)
લોકસભાની ચૂંટણી માટે મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ નેતાઓના હાલ પણ બેહાલ થઈ રહેલા જોવા મળી રહ્યા છે. બે દિવસ પહેલા જસદણના કનેસરા ગામે રાજ્યના કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયાના હાલ પાણી પ્રશ્ને બેહાલ થયા હતા.
ત્યારે ગઈકાલે પોરબંદરના ધારાસભ્ય અને માજી મંત્રી બાબુ બોખીરીયાના હાલ બેહાલ થતો હોઈ તેવો વિડીયો વાઈરલ થયો છે. વાઈરલ થયેલ વિડીયોમા સપષ્ટ પણે સાંભળી શકાય છે કે વિડીયોમા સ્થાનિક મહિલાઓ અને ભાઈઓ છે તે પાણી પ્રશ્ને રજુઆત કરી રહ્યા છે. તો તેના પ્રત્યુત્તરમાં બાબુબોખીરીયા તેમને કોંગ્રેસના એજન્ટની જેમ વાત ન કરવાનું જણાવી રહ્યા છે.
Latest Stories