Connect Gujarat
ગુજરાત

નિત્યાનંદ આશ્રમ કેસ સંદર્ભે પોલીસે FIR દાખલ કરી, કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા

નિત્યાનંદ આશ્રમ કેસ સંદર્ભે પોલીસે FIR દાખલ કરી, કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
X

અમદાવાદના હીરાપુર ખાતે આવેલ નિત્યાનંદ આશ્રમમાં બનેલ

ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. પોલીસે FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી

શરૂ કરી દીધી છે. કેસમાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને રાજ્ય સરકાર છોડશે નહિ. કેસની

ન્યાયિક તપાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિત્યાનંદ આશ્રમ ખાતે બાળકો સામે થયેલ ગુના સંદર્ભે દુઃખની લાગણી વ્યક્ત કરીને કસૂરવારો સામે સત્વરે પગલાં લેવા સૂચનાઓ આપી છે. તે સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને FIRમાં દર્શાવેલ આરોપીઓ પૈકી બે સંચાલિકા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવતા બન્નેને હાલ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે આ ઘટનાની તપાસ અમદાવાદ જિલ્લા એસ.પી.ના સુપરવીઝન હેઠળ ડી.વાય.એસ.પી. કે.ટી. કામરીયા ચલાવી રહ્યા છે. તપાસ અધિકારીની મદદ માટે 2 ડી.વાય.એસ.પી., એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહીતના અધિકારીઓની વિવિધ ટીમો બનાવીને યોગ્ય દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તે સંદર્ભે પણ સાયબર સેલની મદદ લઇને તપાસને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. તપાસ દરમ્યાન મળેલ વિગતો અને પુરાવાઓને ધ્યાને લઇને કસૂરવારો સામે યોગ્ય દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિત્યાનંદ આશ્રમ સંદર્ભે બાળકોના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં તેમની એક દિકરીને શોધી આપવા હેબીયસ કોર્પસ પીટીશન દાખલ કરી છે. હીરાપુર ખાતે બાળકોના પિતા જનાર્દન શર્મા અને આશ્રમ સંચાલકો વચ્ચે પોતાના બાળકોને આશ્રમમાંથી ઘરે પરત લઇ જવા અંગે ઘર્ષણ પણ થયું હતું અને તે સંદર્ભે તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી.

Next Story
Share it