• અંકલેશ્વરમાં ચૂંટણીની તૈયારી

  • તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ

  • સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ ચકાસણીની કામગીરી

  • કલેકટરે કામગીરીની કરી સમીક્ષા

  • અધિકારીઓ રહ્યા હાજર

અંકલેશ્વર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અંગે જીનવાલા અને આદર્શ સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમની જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
અંકલેશ્વર તાલુકા પંચાયતની 23 અને જિલ્લા પંચાયતની 5 બેઠક તેમજ નગર પાલિકાની 36 બેઠકોનું મતદાન આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરુ કરવામાં આવી છે.તંત્ર દ્વારા જીનવાલા હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે જયારે નગરપાલિકાની ચૂંટણીનો સ્ટ્રોંગ રૂમ આદર્શ સ્કૂલ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે.આજરોજ બંન્ને સ્ટ્રોંગ રૂમ ખાતે કર્મચારીઓ દ્વારા ઈવીએમ મશીન સહીતની સામગ્રીની ચકાસણીની કામગીરી શરુ કરવામાં આવી હતી.
બંન્ને સ્ટ્રોંગ રૂમ ખાતે ચાલતી કામગીરીની જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ  મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.આ પ્રસંગે અંકલેશ્વરના ઝોનલ અધિકારી જી.એમ બોરડ,અંકલેશ્વર  પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ,મામલતદાર રાજન વસાવા સહીત અધિકારીઓ હાજર રહ્યા હતા