ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે. જે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈની ટીમે અત્યાર સુધી 8 મેચ રમી છે અને તમામ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેના પર ફેન્સે સોશિયલ મીડિયા પર મુંબઈની ટીમને જોરદાર ટ્રોલ કરી છે. આ દરમિયાન ચાહકોને પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ટીમ કરાચી કિંગ્સ યાદ આવી છે. તેની કપ્તાની બાબર આઝમના હાથમાં છે. ચાહકોએ મુંબઈની સરખામણી કરાચીની ટીમ સાથે કરી અને બંનેને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Delete Edit

કરાચી કિંગ્સ પણ PSL 2022 સીઝનમાં તેની પ્રથમ 8 મેચ હારી ગઈ હતી. બાબરની કપ્તાનીમાં કરાચીની ટીમે 9મી મેચમાં વિજય મેળવ્યો હતો. બાબર આઝમ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પણ છે. અહીં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ છે અને IPLમાં તેની આગેવાની હેઠળની મુંબઈની ટીમ પણ તેની પ્રથમ 8 મેચ હારી ચૂકી છે. આવી સ્થિતિમાં ચાહકોએ આ બંને ટીમોને જોરદાર ટ્રોલ કરી રહી છે.