Connect Gujarat
દેશ

સૌથી વધુ કમાણી કરતી વિશ્વની ટોપ-10 મહિલા એથ્લીટમાં પીવી સિંધુ 7મા ક્રમે

સૌથી વધુ કમાણી કરતી વિશ્વની ટોપ-10 મહિલા એથ્લીટમાં પીવી સિંધુ 7મા ક્રમે
X

ફોર્બ્સ દ્વારા તાજેતરમાં જ બહાર પાડેલી યાદીમાં ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ પ્રથમ ક્રમે રહી

જાણીતા ફોર્બ્સ મેગેઝિને વિશ્વની સૌથી વધુ કમાણી કરતી મહિલા એથ્લીટની યાદી તાજેતરમાં જ જાહેર કરી છે. જેમાં ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં પીવી સિંધુ સાતમા નંબર પર છે. પીવી સિંધુ સૌથી વધુ કમાણી કરતી ભારતની નંબર-1 એથ્લીટ બની ગઇ છે. જ્યારે વર્લ્ડ લેવલે ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ સૌથી આગળ છે. પીવી સિંધુની કમાણી વર્ષે 8.6 મિલિયન ડોલરની છે, એટલે કે આશરે 59.44 કરોડ રૂપિયાની કમાણી કરે છે. વિશ્વની ટોપ-10માં સ્થાન મેળવનારી પીવી સિંધુ એકમાત્ર ભારતીય મહિલા એથ્લીટ છે.

ફોર્બ્સના એક અહેવાલ અનુસાર પીવી સિંધુની કમાણી 8.5 મિલિયન ડોલર એટલે કે રૂપિયા 59.44 કરોડ છે. પીવી સિંધુ રમતની સાથે સાથે એડવર્ટાઇઝમેન્ટમાંથી પણ કમાણી કરે છે. પીવી સિંધુ બ્રિજસ્ટોન, ગેટોરેડ, નોકિયા, પેનેસોનિક, રેકિત બેન્કસેર જેવી બ્રાંડની એડવર્ટાઇઝ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકમાં પીવી સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો. પીવી સિંધુ પ્રાઇઝ મનીથી 500,000 ડોલર જ્યારે એન્ડોર્સમેન્ટમાંથી 8 મિલિયન ડોલર કમાણી કરે છે.

Next Story