Connect Gujarat
ગુજરાત

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીતનાર BTPનાં બે MLA નું કરાયું સન્માન

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીતનાર BTPનાં બે MLA નું કરાયું સન્માન
X

ગુજરાતમાં બે ધારાસભ્યો અને હવે રાજસ્થાનમાં પણ પાર્ટીનાં બે ધારાસભ્યો ચૂંટાતા ખુશીની લહેર.

ગુજરાતમાં આદિવાસીઓનાં મસિહા અને આદીવાસી વિસ્તારોમાં ટાઇગર તરીકે ઓળખાતા ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુ વસાવાએ રાજસ્થાનમાં પણ પોતાની હાજરી પુરાવી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં બે ઉમેદવારોએ રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે. જેમાં ચૌરાસી અને સાગવાડા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આજરોજ આ બન્ને ધારાસભ્યોનો સન્માન અને સ્વાગત સમારોહ ચંદેરિયા ખાતે યોજાયો હતો.

રાજસ્થાનમાં તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની આદિવાસી સમાજની પાર્ટી તરીકે ઊભરી રહેલી ભારતીય ટ્રાયબલ પાર્ટી(બીટીપી)નાં 11 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યા હતા. જેમાં ડુંગર પુર જિલ્લાના ચોરાસી વિધાનસભા બેઠક પર રાજ કુમાર રોત અને સાગવાડા વિધાનસભા બેઠક પરથી રામ પ્રસાદ ડીંડોર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તાજેતરમાં જ રચાયેલી બિટીપી પાર્ટીએ ગુજરાતમાં પણ બે સીટ જીતી હતી. હવે રાજસ્થાનમાં પણ બે બેઠકો જીતીને ભાજપ અને કોંગ્રેસને વિચારતા કરી દીધા છે.

આજ રોજ વાલિયા તાલુકાના ચંદેરીયા પાસે આવેલ વાઈટ હાઉસ ખાતે બીટીપીના રાષ્ટ્રિય અધ્યક્ષ મહેશ વસાવાની અધ્યક્ષતામાં રાજસ્થાનનાં બંન્ને વિજેતા ઉમેદવારોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં બિટીપીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Next Story