/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/vlcsnap-2018-08-13-16h39m33s348.png)
કોંગ્રેસના કોર્પોરેટરો બેઠા પ્રેક્ષક ગેલેરીમાં, છેલ્લા અઢી વર્ષથી કરી દેવાયી છે બંધ
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે કોંગ્રેસે પ્રેક્ષક ગેલેરીને લઈને વિરોધ નોંધાવ્યો હતો. જનરલ બોર્ડમાં છેલ્લા અઢી વર્ષ થી રાજકોટવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી પ્રેક્ષક ગેલેરી બંધ કરવામાં આવી છે. જેનો આજે કોંગ્રેસના કોર્પોરેટરોએ પ્રેક્ષક ગેલેરીમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે કોંગ્રેસના વોર્ડ નં 13ના કોર્પોરેટર નીતિન રામાણી અન્ય કોતપોરેટરોની સાથે રહેવાને બદલે જનરલ બોર્ડમાં હજાર રહેતા વિવાદ સર્જાયો હતો.
જનરલ બોર્ડમાં ભાજપના નેતા દિનેશ કારીયા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ બી. પી. સોનારાના વિવાદને લઈને કોંગ્રેસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેના પોસ્ટરો રજૂ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. તાજેતરમાં જ ભાજપના નેતા દિનેશ કારીયાની દુકાનનો ઓટો તોડવા ગયેલ RMC અને પોલીસ પર દિનેશ કારીયાએ રોફ જમાવ્યો હતો ત્યારે પી.આઈ. બી.પી. સોનારાએ દિનેશ કારીયાને ફડાકા ઝીકી દેતા પી.આઈ ની ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં બદલી કરવામાં આવતા આજે જનરલ બોર્ડમાં કોંગ્રેસે બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલીકાનાં જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં કોર્પોરેટરો પ્રેક્ષક ગેેલેરીમાં બેસતા ગેરહાજરી પૂરવામાં આવી હતી. જોકે જનરલ બોર્ડ પૂરુ થયા બાદ કોંગ્રેસનાં કોર્પોરેટરો મેયર બિનાબેન આચાર્યની ચેમ્બરમાં ગેરહાજરીને લઇને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન ઉદય કાનગડ પણ ત્યાં આવ્યા હતા અને મેયરને બદલે તેની સાથે વાતચિત કરવાનું કહ્યું હતું.
વિરોધપક્ષનાં નેતા વશરામ સાગઠીયાએ સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેનની સાથે નહિં મેયર સાથે વાતચીત કરવાનું કહેવા ઉદય કાનગડ ઉશ્કેરાઇ ગયા હતા અને વિરોધપક્ષનાં નેતા વશરામ સાગઠીયાને તારી કાંઇ જરૂર નથી ચેમ્બર બહાર નિકળી જવાનું કહ્યું હતું. ઉદય કાનગડે વિપક્ષનાં નેતા વસરામ સાગઠીયાને ‘ગેટ આઉટ’ કહીને તું બહાર નિકળી જા તેવા અશોભનિય શબ્દનો પ્રયોગ કરતા કોંગ્રેસનાં કોર્પોરેટરોએ મેયર ચેમ્બરમાં હોબાળો મચાવ્યો હતો.