/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/maxresdefault-97.jpg)
પોલીસે સમગ્ર ઘટના ના CCTV ફૂટેજ કબ્જે કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી
રાજકોટમાં પોલીસની ધાક જાણે કે , ઓસરતી જતી હોય તે રીતે ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. શહેરના નવાગામ વિસ્તારમાં સાંજના સમયે વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા સરેઆમ હવામાં ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. બનાવ ની જાણ થતા ની સાથે સ્થાનિક પોલીસ તેમજ SOG,અને ક્રાઇમ બ્રાન્ચ ટિમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી..
પોલીસે સમગ્ર ઘટના ના CCTV ફૂટેજ કબ્જે કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં રહેતા અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા જય હેરમાં નામના ફરિયાદીએ અરવિંદ ગઢવી નામના શખ્સ પાસેથી રૂપિયા 3 લાખ વ્યાજે લીધા હતા. જે ચૂકતે કરી દીધા બાદ વ્યાજખોર દ્વારા વધુ 8 લાખ રૂપિયાની માંગ કરવામાં આવતી હતી. જેને લઇ આજ રોજ વ્યાજખોર અરવિંદ ગઢવી અને ભારા ગઢવીએ ફરિયાદીને સમાધાન કરવા બોલાવી બાદમાં તેમને ડરાવવા સરાજાહેર હવામાં ફાયરિંગ કર્યું હતું.. હાલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપી ને પકડી પાડવા તાપસ હાથ ધરી છે...