New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-210.jpg)
રાજકોટ લોકસભાની ચૂંટણી માટેના મતદાનના ગણતરીના કલાકો પહેલા જ ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. રવિવારે રાત્રે શહેરના વોર્ડ નંબર 13ના કાર્યાલયે ભડકો જોવા મળ્યો હતો. ટી શર્ટ જેવી નાની બાબતોમાં ભાજપના કાર્યકર્તા અને ભાજપના કોર્પોરેટર સામ સામે આવી ગયા હતા.
ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ કાર્યકર્તાનું ગળું પકડ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. જેના પગલે વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. તો ઘટના સ્થળે પોલીસે પહોંચી વાતાવરણ તંગ બનતા અટકાવ્યું હતું. બીજી તરફ આ સમગ્ર મામલે કનેક્ટ ગુજરાત સાથે ટેલિફોનિક વાત કરતા ભાજપ રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે ટી શર્ટ ને લઈ બોલાચાલી થઈ હતી. જો કે હાલ બધા સાથે હોવાનું જણાવ્યું હતું.
Latest Stories