રાજકોટથી દરિયાઈ પટ્ટી તરફ જતી બસ સેવા બે દિવસ બાદ ફરી શરુ, એસટી ડેપોને પ્રતિદિન થયુ 8 લાખનુ નુકશાન

New Update
રાજકોટથી દરિયાઈ પટ્ટી તરફ જતી બસ સેવા બે દિવસ બાદ ફરી શરુ, એસટી ડેપોને પ્રતિદિન થયુ 8 લાખનુ નુકશાન

વાયુ વાવાઝોડાને પગલે બુધવાર મધરાતથી રાજકોટ ડેપો દ્વારા દરિયાઈ વિસ્તાર તરફ જતી બસ સેવા બંધ કરવામા આવી હતી. ત્યારે વાયુ વાવાઝોડાનુ સંકટ ટળતા બસ સેવા ફરી શરુ કરવામા આવી છે. છેલ્લા બે દિવસથી બસ સેવા બંધ રહેતા લોકોને પારાવાર મુશકેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બસ સેવા આજે સવારના 10 વાગ્યાથી શરુ થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લિધો હતો. ત્યારે રાજકોટથી પોરબંદર, સોમનાથ, દિવ,ઉના,કોડીનાર, સુત્રાપાડા, ચોરવાડ, માંગરોળ, પોરબંદર,મહુવા, ભાવનગર, જાફરાબાદ, નારાયણ સરોવર, માંડવી, જામનગર, દ્વારકા તરફ જતી બસોની સેવા શરુ કરવામા આવી છે. જો કે છેલ્લા બે દિવસથી દરિયાઈ પટ્ટી તરફ જતી બસ સેવા બંધ કરાતા રાજકોટ એસટી ડેપોને પ્રતિદિન 8લાખનુ નુકશાન થવા પામ્યુ છે.