રાજકોટ: લોકસભાની ચૂંટણીને લઈ 21 ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત

New Update
રાજકોટ: લોકસભાની ચૂંટણીને લઈ 21 ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત

વિધાનસભા દીઠ 3 ફ્લાઈંગ સ્ક્વોડને સોંપાઈ જવાબદારી

ભારતીય ચુંટણી પંચ દ્વારા ૧૦ માર્ચ ના રોજ લોકસભા ચુંટણી ની તારીખ જાહેર કરવામાં આવી છે જેને લઇ ગુજરાત સહીત સમગ્ર દેશમાં આચારસહિતા લાગુ કરી દેવામાં આવી છે. રાજકોટ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા આચારસહિતા નો ચુસ્ત અમલ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભાની ચુંટણી ને લઇ તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે.

રાજકોટ લોકસભા બેઠક ની અંદર ૭ વિધાનસભા બેઠક નો સમાવેશ થાય છે જેમાં કુલ ૧૮,૬૫, ૭૧૦ મતદારો નોંધાયા છે જે પૈકી 9 લાખ ૭૦ હજાર પુરુષ અને ૮ લાખ ૯૪ હજાર મહિલા મતદારો છે જે તમામ કુલ ૨૦૫૦ મતદાન મથકો પર મતદાન કરશે.રાજકોટ વહીવટી તંત્ર દ્વારા એક વિધાનસભા વિસ્તાર દીઠ ૩ એમ કુલ ૨૧ ફ્લાઈંગ સ્કવોડ ની રચના કરવામાં આવી છે સાથે મતદારો ને મતદાન અંગે કોઈ માહિતી કે ફરિયાદ માટે એક ડીસ્ટ્રીક કોન્ટેક સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.

જેમાં ૧૯૫૦ નંબર ની હેલ્પ્લૈન નંબર પર તમામ માહિતી કે સમસ્યા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે શાંતિપૂર્ણ માહોલ માં ચુંટણી યોજાઈ તે માટે જીલ્લા પોલીસ વડા સાથે સંકલન કરી CRPC કલમને લગતા અલગ અલગ ૧૭ જાહેરનામાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. સાથે જ કોઈ પણ પક્ષ કે ઉમેદવાર સોસીયલ મિડિયા માં પ્રચાર કરે તો તેને પ્રથમ MCMC સેન્ટર નો સંપર્ક કરી માહિતી આપવી જરૂરી બનશે અન્યથા તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવાની ખાતરી વહીવટી તંત્ર દ્વારા દાખવવામાં આવી છે.

Latest Stories