રાજકોટ પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં હાથ ધર્યું ફૂટ પેટ્રોલિંગ

New Update
રાજકોટ પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં હાથ ધર્યું ફૂટ પેટ્રોલિંગ

લોકસભાની ચુંટણી ને હવે ગણતરી ના કલાકો બાકી છે ત્યારે આવતીકાલે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થનાર છે.ગુજરાત લોકસભાની બેઠકો માં સૌરાષ્ટ્રનું ખુબજ મહત્વ રહેલું છે અને તેમાં પણ સૌરાષ્ટ્ર ના પાટનગર સમા રાજકોટ નું મહત્વ અનેરું છે.. રાજકોટ લોકસભાની ચુંટણી ને ૨૦૫૦ મતદાન મથકો પર મતદાન યોજાનાર છે.

ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પોલીસ દ્વારા સવેદ્ન્સિલ વિસ્તાર માં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તો સાથે જ આચારસહીતા લાગુ થતા ની સાથે જ પોલીસ દ્વારા ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે.

પોલીસે આચારસહિતા દરમિયાન પરવાના વાળા ૨૪૦૦ હથિયાર કબજે કર્યા છે સાથે જ ૧૦ ગેરકાયદેસર હથિયાર કબજે કરવામાં આવ્યા છે.. ઉપરાંત ૪૦ લોકો ને પાસા હેઠળ ધકેલી ૧૦ હજાર થી વધુ લોકો સામે અટકાયતી પગલા લઇ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલેખ્ખનીય છે કે આવતીકાલે મતદાન યોજવાનું છે જેમાં રાજકોટ ખાતે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કર્નાટક ના રાજ્યપાલ વજુભાઈ વાળા પણ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા આવવાના છે માટે એ જગ્યા ઉપર પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી સુરક્ષા ની ચકાસણી કરવામાં આવી હતી અને સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય તે માટે ખાસ કાળજી રાખવામાં આવી છે.

Latest Stories