Connect Gujarat
ગુજરાત

રાજકોટ : હેલ્મેટ પહેરવાનું મરજીયાત બનતા કોંગ્રેસે કરી જીતની ઉજવણી

રાજકોટ : હેલ્મેટ પહેરવાનું મરજીયાત બનતા કોંગ્રેસે કરી જીતની ઉજવણી
X

રાજ્ય સરકાર દ્વારા આજ રોજ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના મંત્રી આર.સી.ફળદુ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરી વિસ્તારમાં વાહનચાલકોને હેલ્મેટ પહેરવા બદલ મુક્તી આપવામાં આવી હતી. અત્યાર સુધી રાજ્યભરમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત હતુ, જે હવે આજ રોજથી મરજીયાત બનાવવામાં આવ્યું છે.

રાજ્ય

સરકાર દ્વારા આ અંગે મિડીયા સાથેની વાતચીતમાં જણાવાયું હતુ કે, આજથી રાજ્યના શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજીયાત બનાવવામાં આવ્યુ છે. ત્યારે રાજ્ય

સરકાર દ્વારા જાહેરાત કરતા રાજકોટ શહેર કોંગ્રેસે હેલ્મેટ વિરોધી કાયદાનું અભિયાન ચલાવવામાં સફળતા મળી હોવા બદલ જીતનો

જશ્ન મનાવ્યો હતો.

ઉલ્લેખનીય

છે કે, કોંગ્રેસ દ્વારા છેલ્લા ૩ દિવસથી

એક રાજ્યવ્યાપી આંદોલન ચલાવવામાં આવી રહ્યુ હતુ. જેને

સારો એવો પ્રતિસાદ મળી રહ્યો હતો. કોંગ્રેસ દ્વારા હેલ્મેટ કાયદા વિરોધી અભિયાન

ચલાવવામાં આવી રહ્યુ હતું. જેમાં શહેરના જુદા જુદા રાજમાર્ગો પર કોંગ્રેસી કાર્યકર્તાઓ વાહનચાલકો પાસેથી

તેમના નામ, ફોન નંબર અને હેલ્મેટ વિરોધી

કાયદાના અભિયાનમાં જોડી રહ્યા હતા.

Next Story