/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-28.jpg)
તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને ગેર બંધારણીય રીતે વિધાનસભાના સ્પીકરે દૂર કરાયા હોવાના કરાયા આક્ષેપ સાથે ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં ભાજપ વિરોધી સુત્રોચાર પણ કરાયા હતા
તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને ગેર બંધારણીય રીતે વિધાનસભાના સ્પીકરે દૂર કરાયા હોવાના કરાયા આક્ષેપ સાથે ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતમાં કલેકટર કચેરી બહાર સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ભાજપ વિરોધી સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે, વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ કોઈ પણ જાતના કાયદાના અભયાસ કર્યા વગર સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ તેઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.