/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-15.jpg)
એક તરફથી આપણા દેશમા ભ્રુણ હત્યાનો કાયદો કડકમા કડક બનાવવામા આવ્યો છે. તો સાથે જ બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને આગળ ધપાવવાની વાત સરકાર કરે છે. ત્યારે બિજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાંચે ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતી ડોકટરની ધરપકડકરી છે. તો સાથે જ રાજકોટમા ફરી એક વાર આ પ્રકારનો કિસ્સો સામે આવતા સ્થાનિક આરોગય વિભાગ આંખ આડા કાન કરતો હોવાનુ સામે આવ્યુ છે.
રાજકોટમાં ક્રાઈમ બ્રાંચે કોઠારિયા રોડ પર ફોરમ કિલનિકમાં દરોડો પાડી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતુ ઝડપી લિધુ છે. પોલીસ ઈન્સપેકટર હિતેષ ગઢવીના જણાવ્યા પ્રમાણે મહિલા તબીબ હિના પટેલ ગર્ભ પરિક્ષણ માટે રૂ.25 હજારનુ પેકેજ રાખ્યુ હતુ. તો સાથે જ પોલીસની પ્રાથમિક તપાસમા નાણાંની લાલચે ગર્ભમાં પુત્ર હોવા છતાં પુત્રી હોવાનું કહી અનેક દંપતીને ખોટી માહિતી આપી ગર્ભપાત કરાવ્યાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.
ક્રાઈમ બ્રાંચની ટીમે મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી ટ્રેપ ગોઠવી હતી. ડો.હીના ટીલાળાએ મહિલા કોન્સ્ટેલને દર્દી સમજી ગર્ભ પરિક્ષણ કરવાની હા પાડી હતી. તો સાથે જ જણાવ્યુ હતુ કે ગર્ભમાં પુત્રી હોય તો ગર્ભપાત કરી આપશે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા હીનાની પાપલીલાના કારણે અનેક માતાના કુખે ઉછરતાં પુત્રો ગુમાવ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે તેમજ અનૈત્તિક સંબંધોમાં ગર્ભ ધારણ કરનાર અનેક કુવારી માતાઓએ પણ હીના પાસે ગર્ભપાત કરાવ્યાનું ખૂલ્યું છે.
પોલીસે કોઠારિયા રોડ પર આવેલ ફોરમ કિલનિકમાંથી ગર્ભ પરિક્ષણનું વાયરલેસ યુસીજી પોબ, આઈપેડ તેમજ જેલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા છે. ત્યારે પોલીસ તપાસમા જોવુ અતિ મહત્વનુ રહેશે કે હિના પટેલે કેટલા ગર્ભપરિક્ષણ અને ગર્ભપાત કરી આપ્યા તેનો આંકડો કેટલો કબુલે છે.