Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ મરચાની ભુક્કી નાંખી 2.30 લાખની લૂંટ, CPએ લીધી પોલીસની પરીક્ષા

રાજકોટઃ મરચાની ભુક્કી નાંખી 2.30 લાખની લૂંટ, CPએ લીધી પોલીસની પરીક્ષા
X

આંખમાં મરચું છાંટી ધોળે દિવસે લૂંટનો બનાવને લઈને સીપીએ યોજ્યી હતી મોકડ્રીલ

રાજકોટ શહેરમાં નવા પોલીસ કમિશ્નર તરીકે મનોજ અગ્રવાલે ચાર્જ સંભાળ્યો છે. રાજકોટમાં શહેરમાં ચોરી, લૂંટ, મારામારીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે. ત્યારે આજ રોજ સવારે યુર્નિવર્સિટી રોડ પર બાઇક સવાર યુવાનની આંખમાં મરચાની ભુક્કી છાંટી અજાણ્યા શખ્સો 2.30 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. પરંતુ થોડીવારમાં સમગ્ર હકીકત પરથી પડદો ઉંચકાતા આ મોકડ્રીલ નીકળી હતી. નવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશથી ક્રાઇમબ્રાન્ચના એસપી જયદિપસિંહ સરવૈયાએ યોજી હતી આ મોકડ્રીલ.

રાજકોટ શહેર દિન પ્રતિદિન ગુનાઓ માટેનું હબ બની રહ્યું છે ત્યારે આંખમાં મરચું છાંટી ધોળે દિવસે લૂંટનો બનાવ આજે સામે આવ્યો હતો જો કે તે મોકડ્રીલ નીકળી હતી. ખુદ ક્રાઇમબ્રાન્ચ, યુર્નિવર્સિટી પોલીસ આ વાતથી અજાણ હતી. બનાવની ખબર પડતા પોલીસ સમયસર પહોંચી ગઇ હતી. નવનિયુક્ત પોલીસ કમિશનરે હજુ તો ચાર્જ સંભાળ્યો એને 48 કલાક પણ નથી થયા. ત્યાં પોલીસ કેટલી સજાગ છે તેની પરીક્ષા લીધી હતી. જેમાં પોલીસ પાસ થઇ જતા અમુક અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. લૂંટની બનાવના સમાચાર મળતા જ પોલીસ સમયસર પહોંચી આગળની કાર્યાહી કરવા લાગ્યા હતા અંતે મોકડ્રીલ નીકળતા પોલીસ બેડામાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.

Next Story