Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ધોરાજી ખાતે શ્રી ખોડલધામ યુવા સમિતી દ્વારા આયુર્વેદિક કાવાનું કરાયું વિતરણ

રાજકોટ : ધોરાજી ખાતે શ્રી ખોડલધામ યુવા સમિતી દ્વારા આયુર્વેદિક કાવાનું કરાયું વિતરણ
X

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સ્વાતિ ચોક નજીક શ્રી ખોડલધામ યુવા સમિતી દ્વારા રોગ પ્રતિકારક તેમજ આયુર્વેદિક ઉકાળા તેમજ કાવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધોરાજીમાં શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે, ત્યારે શિયાળાની ઋતુમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી કાવા અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અને મુખ્ય ચોકોમાં ખાસ કરીને રાત્રીના સમયે વધુ પ્રમાણમાં લોકો કાવો પીતા જોવા મળે છે, ત્યારે ધોરાજીના સ્વાતિ ચોક નજીક શ્રી ખોડલધામ યુવા સમિતી દ્વાર આયુર્વેદિક કાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરાજીના લગભગ ૬૦૦ જેટલા લોકોએ આયુર્વેદિક કાવાનો લાભ લીધો હતો. કાવામાં ઉપયોગમાં લેવાતા જુદા-જુદા તેજાના કારણે લોકો શિયાળની ઠંડી સામે રક્ષણ મેળવી શકે છે.

Next Story