/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/Untitled-1-copy.JPG-6.jpg)
છોડવાવદર ગામેથી પોલીસે 3 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સહિત, કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર કબ્જે લીધા
રાજકોટ એસ.ઓ.જી. પોલીસે ધોરાજી તાલુકાના છોડવાવદર ગામેથી ઝડપાયેલી ડુપ્લિકેટ ચલણી નોટોના બે મુખ્ય સુત્રધારને ત્રણ લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ઝડપી પાડયા હતાં. પોલીસે તેમની પાસેથી કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, ડુપ્લિકેટ ચલણીનોટોને કબ્જે લઈ આગળની કાર્યવાહી ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ બજારમાં છેલ્લા બે દિવસમાં ધોરાજી તાલુકાના છોડવાવદર ગામેથી ડુપ્લિકેટ ચલણી નોટો પોલીસે ઝડપી પાડી હતી. જેમાં પોલીસે અગિયાર આરોપીઓ પૈકી 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે અન્ય છ જેટલા આરોપી ફરાર થઈ ગયા હતાં. જેને પકડવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. જે સંદર્ભે પોલીસે અમદાવાદથી ત્રણ લાખની ડુપ્લિકેટ નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે છોડવાવદર ગામેથી ઝડપાયેલ ડુપ્લિકેટ ચલણી નોટોના બે આરોપી મુખ્ય સુત્રધાર હોવાનું તપસમાં બહાર આવ્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરાજી તાલુકાના છોડવાવદર ગામેથી ડુપ્લિકેટ ચલણી નોટો પૈકી પોલીસે 11 આરોપીમાંથી પાંચ આરોપી ઝડપી પાડયા હતાં. જે પૈકી છ આરોપી અંગે તપાસ શરૂ ચાલુ હતી. તે સમય દરમિયાન આજે અમદાવાદથી ર આરોપીઓને ત્રણ લાખની ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડયા હતાં. પોલીસે અન્ય ચાર આરોપીઓ ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસે તેમની પાસેથી ડુપ્લિકેટ ચલણી નોટો 3 લાખ, કલર પ્રિન્ટર અને કોમ્પ્યુટર કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.