/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-282.jpg)
એક તરફ સરકાર નોકરી આપી બેરોજગારી દુર કરવાના વાયદા કરી રહી છે. તો બિજી તરફ દિવસે અને દિવસે નોકરીના નામે ઠગાતા લોકોની સંખ્યામા વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમા સરકારી નોકરી આપવાના નામે રીમા પટેલ નામની મહિલાએ 5.70લાખ રુપિયા ઓળવી લીધાનુ સામે આવ્યુ છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચની ટીમે રિમા પટેલની ધરપકડ કરી છે.
પોલીસ ઈન્સપેકટર હિતેષ ગઢવીના જણાવ્યા પ્રમાણે ભારતેન્દુભાઈ દવેને રિમાએ વિશ્વાસમા લીધા હતા કે તેની પોતાની ગાંધીનગરમા સારી ઓળખાણ છે. જેથી તે તેમના દિકરાને નાયબ મામલતદારની નોકરી અપાવી દેશે. જો કે લાંબો સમય વિતી ગયા બાદ પણ નોકરી ન મળતા ભારતેન્દુ ભાઈએ ઠગાઈની ફરિયાદ લખાવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રીમા પોતે રાજકોટમા ચિફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેવી ઓળખાણ પણ આપતી હતી. ત્યારે રીમાએ આ પ્રકારે કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે તે અંગે ક્રાઈમ બ્રાંચે હાલ તપાસ હાથ ધરી છે.