જીરૂનો પાક નિષ્ફળ જતા રાજકોટના મોટા રામપર ગામના ખેડૂતે કર્યો આપઘાત

New Update
જીરૂનો પાક નિષ્ફળ જતા રાજકોટના મોટા રામપર ગામના ખેડૂતે કર્યો આપઘાત

રાજકોટના પડધરી તાલુકાના મોટા રામપર ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાની ભિતીએ આપઘાત કરી લિધો છે. જી, હા મોટા રામપર ગામે રહેતા અને ખેતી સાથે જોડાયેલ સવજીભાઈ ભોજાણીએ ગત મોડી રાત્રે પોતાના ઘરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

તેમને તાત્કિલાક અસરથી ૧૦૮ મારફત રાજકોટની સિવિલ હોસ્પિટલમા લાવવામા આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતુ. તો ત્યારબાદ પીએમની પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ તેમના દેહને મોટા રામપર ગામે લઈ જવામા આવ્યો હતો. જ્યા તેમની અંતિમ યાત્રા કાઢવામા આવી હતી. આ તકે ગામના સરપંચે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે સવજીભાઈને પહેલા મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. જે બાદ તેમને જીરાનુ વાવેતર કર્યુ હતુ. જો કે વર્ષ નબળુ રહેતા તેમના જીરાના પાકને નુકશાન પહોંચ્યુ હતુ. જેથી તેમને આપઘાત કરવાની ફરજ પડી હતી.

Latest Stories