Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ગોંડલ હાઇવે પરથી નશીલા દ્રવ્યનો જંગી જથ્થો ઝડપી પાડતી રૂલર પોલીસ

રાજકોટ : ગોંડલ હાઇવે પરથી નશીલા દ્રવ્યનો જંગી જથ્થો ઝડપી પાડતી રૂલર પોલીસ
X

રાજકોટમાં નશાનો કાળો કારોબાર યથાવત, ૪૪ લાખના હેરોઇનના જથ્થા સાથે ઝડપાયા બે આરોપી.

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરમાં નશીલા દ્રવ્યનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ રૂલર એસ.ઓ.જી. પોલીસે ગોંડલ હાઇવે પર આવેલ સડક પીપળીયા ગામ નજીક દરગાહ ની સામેથી હેરોઈન ના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.. જંગલેશ્વર વિસ્તારમાં રહેતા બે આરોપીને ૪૩૯.૮૭૦ ગ્રામ હેરોઈન ના જથ્થા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે..

રંગીલું રાજકોટ નશીલા દ્રવ્યોના કાળા કારોબારમાં ડૂબી રહ્યું છે..રાજકોટ ગોંડલ હાઇવે પરથી નશીલા દ્રવ્યનો જંગી જથ્થો રાજકોટ રૂલર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં ચાલતા નશાના કાળા કારોબાર સામે શહેર પોલીસ ને અંધારા માં રાખી રૂલર પોલીસે મહેશ ભોજવિયા અને ઈમ્તિયાઝ દોઢીયા નામના બે આરોપી ની ધરપકડ કરી છે. રાજકોટ રૂલર SOG પોલીસે ગઈકાલે રાત્રીના ગોંડલ હાઇવે પર સડક પીપળીયા ગામ પાસે આવેલ દરગાહ નજીક થી બાતમી ના આધારે બે આરોપીને હેરોઈન ના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.. પોલીસે રેડ દરમિયાન ૪૩ લાખ ૯૮ હજાર ની કિમતનો ૪૩૯.૮૭૦ ગ્રામ હેરોઈન નો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.. હાલ ગોંડલ તાલુકા પોલીસે એન.ડી.પી.સેસ ની કલમ 8(સી) , 21 તથા 29 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ રૂલર SOG પીઆઈ એમ.એન.રાણાના જણાવ્યા મુજબ આરોપી મહેશ ભોજવીયા ને દેણું થઇ જતા રૂપિયા કમાવવાની લાલચે નશાનો કાળો કારોબાર શરુ કર્યો હતો.. પકડાયેલ બન્ને આરોપી રાજકોટ ના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હોવાનું અને હેરોઈન નો જથ્થો રાજસ્થાન ના કોટા થી મંગાવ્યા હોવાનું પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે.. આરોપીઓ દ્વારા દોઢ માસ પૂર્વે આ હેરોઈન નો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને ગઈકાલે પ્રથમ વખત આ જથ્થો વેચવા જતા સમયે પોલીસ ના હાથે ઝડપી ચુક્યા છે.. આરોપી દ્વારા ગંજેરી અને ફકીર ને આ હેરોઈન નો જથ્થો ૧૫૦ થી ૨૦૦ રૂપિયા એક મીલીગ્રામ ના ભાવથી વેચવામાં આવતું હોવાનું પોલીસ ની વધુ પૂછપરછ માં સામે આવ્યું છે..

રાજકોટ પોલીસે અગાઉ જંગલેશ્વર વિસ્તારમાંથી ઓપરેશન બ્લેક હોક દરમિયાન 8 કિલો અને 200 ગ્રામ ચરસ તેમજ ૩૫૭ કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો ત્યારે રંગીલા રાજકોટ નો જંગલેશ્વર વિસ્તાર કેફી પદાર્થ ના કાળા કારોબાર માટેનું કેન્દ્ર સ્થાન બની ગયું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.

ઉલેખ્ખનીય છે કે પકડાયેલ બન્ને આરોપી રાજકોટ શહેર પોલીસ વિસ્તાર માં રહે છે અને દોઢ માસ પૂર્વે આ હેરોઈન નો જથ્થો મંગાવવામાં આવ્યો હતો ત્યારે શું રાજકોટ પોલીસ ને આ હેરોઈન ના જથ્થા મામલે કોઈ માહિતી ન હતી કે પછી આંખ આડા કાન કરતી હતી તે મોટો સવાલ છે..?

Next Story