/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/maxresdefault-63.jpg)
હનીટ્રેપના બનાવ થી રાજકોટમાં ખળભળાટ
એક તરફથી દેશભરમા મીટુ અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે બિજી તરફ રાજકોટમા એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયા મારફતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી ચાર શખ્સો સાથે મળી યુવાનને માર મારી તેનો મોબાઇલ લૂંટી 12 લાખની ખંડણી માંગી હતી. જે બાબતની ફરીયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલિસે પાંચ આરોપીની ધરપકડ કરી છે.
એક તરફથી દેશભરમા યુવતીઓએ પોતાની સાથે થયેલ ઉત્પીડન મામલે અવાજ ઉઠાવી રહી છે. ત્યારે બિજી તરફ રાજકોટની એક યુવતીએ એક યુવાનને પાટવી ફુસલાવી લૂંટ ચલાવી હોવાનું હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. નીતુ રાવલ નામની યુવતીએ પોતાના મિત્રો સાથે મળી ટૂંકા રસ્તે પૈસા મેળવવાના હેતુસર સોશીયલ મિડીયા મારફતે યુવકો સાથે મિત્રતા કેળવતી હતી. ત્યારબાદ જે તે યુવકને મળવાના બહાને બોલાવી તેની પાસે પૈસાની માંગણી કરવામા આવતી હતી. તેમજ જો જે તે યુવક પૈસા ન આપે તો તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવવાનુ કહેતી હતી.