/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-356.jpg)
દેશમાં હવે તહેવારોને અલગ અલગ થીમ સાથે તથા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો સાથે ઉજવવામાં આવી રહયાં છે. ત્યારે રાજકોટના સંત કબીર રોડ પર જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. સુરતના તક્ષશિલા શોપીંગમાં બનેલી આગની ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રધ્ધાજલિ આપવામાં આવી હતી.
રાજકોટમાં ગઈકાલે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણનો ધરતી પર અવતાર લેવાનો હેતુ સમાજમાં રહેલી બદીને દૂર કરવાનો, દુરચારીઓનો નાશ કરી ધર્મની સ્થાપના કરવાનો તેમજ વિશ્વભરમાં પ્રેમ ની સ્થાપના કરવાનો હતો. ત્યારે કૃષ્ણ જન્મ પર લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુસર રાજકોટના સંત કબીર રોડ પર સુરત અગ્નિકાંડના દ્રશ્યો થયા તરોતાજા થાઈ તે પ્રકારની થીમ સાથે ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. સુરત તક્ષશિલા અગ્નિ કાંડમાં હોમાયેલ વિધાર્થીઓ જે રીતે આગમાં ખાખ થયા તેના પર તથા તમામ મૃતક વિધાર્થીઓને શ્રદ્ધાંજલિ પાઠવતી થીમ પણ બનાવવામાં આવી છે. ત્યારે જન્માષ્ટમી મહોત્સવ પર સંત કબીર રોડ પરના ફ્લોટમાં સુરત અગ્નિકાંડની થીમ જોઈ સૌ કોઈ જોનારામાં જાગૃતતા આવી રહી છે.