/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/vlcsnap-3417-09-21-06h05m40s709.png)
લાલજી પટેલના 72 કલાકના અલ્ટીમેટમ અંગે સિદસર ઉમિયાધામના વડા જેરામ પટેલે યોજી પત્રકાર પરિષદ
હાર્દિક પટેલે ખેડૂતોનાં દેવા માફીને લઈને આદરેલા ઉપવાસમાં ધાર્મિક સંસ્થાઓના વડાઓના હસ્તે પારણા કરી લીધા છે. ત્યારે એસપીજી સંસ્થાના વડા લાલજી પટેલે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેને લઈને રાજકોટમાં સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જેરામ પટેલે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે એસપીજી સંસ્થાના લાલજી પટેલને જણાવ્યું હતું કે, ગુજરાતમાં શાંતિ જળવાય રહે તે દરેક સમાજની પ્રાથમિકતા હોવી જોઈએ. એસપીજીને વિનંતી છે કે તેઓ આંદોલન ન કરે, સરકાર આંધળી અને બહેરી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે પાટીદાર સમાજની માંગણીના મુદ્દા મુક્યા છે, સરકારે કહ્યું છે અમે આ મુદ્દાઓ પર ગંભીર રીતે વિચારીશુ. તો સાથે જ અનામત મુદ્દે સુપ્રીમ સુધી લડીશું જે પાછળ જે કંઇ ખર્ચો થશે તે 6 સંસ્થા મળીને ભોગવીશું. જેરામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સમાજના યુવાનો જે લડત ચલાવે છે તેને વડીલોનો ટેકો છે. અનામત અને ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ટેકનીકલ છે. લડત આપી આ મુદ્દાઓનું નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું. તમામ મુદ્દા વધુ એક વખત સરકારમાં મુકવાના પ્રયાસો કરવામાં આવશે નહીં તો સુપ્રિમ કોર્ટમાં જઇશું.
યુવાનોની લડતમાં સમાજના આગેવાનોનો ટેકો છે સરકારને કંઇ કહીએ તો તે જોઇ લેશુ કંઇક કરીશું તેવા જવાબો મળતા હોય છે માટે તે આંધળી બહેરી છે તેમ કહી શકાય. લાલજીભાઇને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું તેને પાટીદારની 6 સંસ્થા વતી કહુ છું કે કોઇ આંદોલન ન કરે. હાર્દિકના પારણા થઇ ગયા છે, ગુજરાતની શાંતિ રહે તે ઉદ્દેશ છે. સરકાર તરફથી કંઇ મને કહેવામાં આવ્યું નથી. અમારા સમાજનો પ્રશ્ન છે માટે સંસ્થાઓવતી અમે અપીલ કરીએ છીએ. લાલજીભાઇની જે માંગણી હોય તે અમને કહે તે સરકાર સુધી પહોચાડવાનો પ્રયાસ કરીશું.