/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-90.jpg)
લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકારણમા પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમા પોલીસે વીંછિયા તાલુકાના કોંગ્રેસના કાર્યકરના ભાઇને જુગારમાં ઝડપી પાડી તેને ઢોર માર માર્યો હતો.
જે અંતર્ગત તેને સાવરવાર અર્થે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો છે. ત્યારે રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા ઇજાગ્રસ્ત હાલતમાં કાર્યકરના ભાઇની તબિયત જાણવા સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.
ત્યારે કનકેટ ગુજરાત સાથેની વાતચીતમા લલિત કગથરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણીમાં પ્રચારમાં જાય તો આઇબી જાસુસી કરે છે. અમે આ અંગે એસપીને રજુઆત કરતા તેમણે જણાવ્યું હતું કે મારા કંટ્રોલમાં ન આવે. તો સાથેજ કોંગ્રેસ કાર્યકર્તાને ભાઈને માર મારવા બદલ પીએસઆઈ અને તેના સાથીને સસ્પેન્ડ કરવામા આવે તેવી માંગ ઉચ્ચારી હતી.