/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-86.jpg)
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. બંને મુખ્ય રાજકિય પાર્ટી ભાજપ અને કોંગ્રેસે ખેડૂતો માટે ચૂંટણી ઢંઢેરામા અનેક જાહેરાતો કરી છે. તેમ છતા જગતનો તાત હજુ પણ ધમધખતા તાપમા આંદોલન કરતો નજરે પડી રહ્યો છે. ત્યારે આવો જ કંઈક હાલ આજે જોવા મળ્યો રાજકોટમાં.
રાજકોટ કિસાન સંઘ દ્વારા બહુમાળી ચોક ખાતે ખેડૂત સંમેલન અને ત્યારબાદ રેલીની મંજુરી માંગવામા આવી હતી. જો કે તંત્ર દ્વારા સભાની અને રેલીની મંજુરી આપવામા આવી નહોંતી. ત્યારે ખેડૂતો સભા કરે તે પહેલા જ પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામા આવ્યા હતા. જેના પગલે ખેડૂતોએ સંમેલનનુ તાત્કાલિક સ્થળ બદલાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તો ત્યારબાદ ખેડૂતો વિશાળ માત્રામા રેલી સ્વરૂપે કલેકટરને આવેદન આપવામા માટે નિકળયા હતા. જો કે રેલી કલેકટર કચેરીએ પહોંચે તે પહેલાજ તેમની અટકાયત કરી લેવામા આવી હતી. આમ, જગતનો તાત પોતાની રજુઆત સરકારી અધિકારીઓ સમક્ષ કરી શક્યો ન હતો.
- કનેકટ ગુજરાતના સરકારને સીધા સવાલ...
- સરકારે જે તાલુકાને અછતગ્રસત જાહેર કર્યો છે તેમ છતા સામે માટે આપવામા આવી રહ્યો છે0ટકા પાકવિમો?
- ક્યા આધારે પાકવિમો આપતી કંપની ખેડૂતોને નથી આપી રહી પાકવિમો?
- શુ તંત્ર અને પાકવિમો આપનાર કંપનીની મિલિભગતનો ભોગ બની રહ્યો છે જગતનો તાત?
- શા માટે અછતગ્રસ્ત જાહેર થયેલ તાલુકામા પાકવિમો આપનાર કંપની પિયત વાળી જમિનના સેમ્પલનો વિમા માટે કરે છે ઉપયોગ?
- શા માટે અછતગ્રસ્ત જાહેર થયેલ તાલુકાને નથી આપવામા આવી રહ્યો80ટકા વિમો?
- આખરે ખેડૂતે ભરેલ પ્રિમિયમનો લાભ કોને મળે છે?