New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-202.jpg)
લોકસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેરઠમા સભાને સંબોધી પ્રચારના શ્રિ ગણેશ કર્યા છે. તો બિજી તરફ કોંગ્રેસ પણ પ્રચાર માટે અને પોતાની વાત જન જન સુધી પહોંચાડવા માટે કમર કસી રહી હોઈ એવુ લાગી રહ્યુ છે.
ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ હતુ કે હુ દિલ્હી ગયો હતો. આગામી દિવસોમા રાહુલ ગાંધી રાજકોટ આવશે. તેમજ તેઓ ખેડૂત રેલીમા ભાગ પણ લેશે. આ ખેડૂત રેલીમા ૧૫ હજારથી પણ વધુ ખેડૂતો હાજર રહેશે. હાલ ધોરાજી, ઉપલેટા અને પડધરી તાલુકામા ખેડૂતોને 0ટકા પાક વિમો મળ્યો છે. ત્યારે ખેડૂતોને થયેલ અન્યાય મુદ્દે રાહુલ ગાંધી ખેડૂતોની સાથે ઉભા રહી સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડશે.
Latest Stories