/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/maxresdefault-72.jpg)
પકડાયેલ આરોપીઓએ લૂંટ અને વાહન ચોરીના છ ગુનાની કરી કબૂલાત
રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ચોરી લૂંટફાટ અને હત્યાના બનાવો બની રહ્યા છે. છેલ્લા કેટલાંય સમયથી રંગીલુ રાજકોટ નશાના કાળા કારોબારની દુનિયામાં મોખરે રહેતુ થયુ છે. બિજી તરફ પોલિસે પણ ગુનેગારોને શોધવા ધરતી પાતાળ એક કરી દીધા હોઈ તેવુ લાગી રહ્યું છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચનાં પોલિસ ઈન્સપેકટર હિતેષ ગઢવી અને તેમની ટીમે શહેરમાં લૂંટ ચલાવતી ત્રિપૂટીને ઝડપી લીધી છે. પકડાયેલ આરોપીઓએ લૂંટ અને વાહન ચોરીના છ ગુના પણ કબુ્લી લીધા છે. પોલિસે આરોપીઓની ધરપકડ કરી ૧. ૧૯ લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
રાજકોટના ક્યા ક્યા વિસ્તારમા ચલાવી હતી લૂંટ પોલિસે આરોપીઓની પુછપરછ કરતા તેમણે માલવીયાનગર પોલીસની હદમાં પીડીએમ કોલેજ પાછળ રામનગરમાં 20 દિવસ પહેલા એક રિક્ષાચાલકને છરી બતાવી ઢીકા પાટુનો માર મારી ૧૦ હજારનો મોબાઇલ અને રૂ. ૭૨૦૦ લૂંટી લીધાનું કબુલ્યું છે.
તો સાથે જ નિર્મલા રોડ ફાયર બ્રિગેડ પાછળ જલારામ સોસાયટીમાં છોટુનગર ઝૂપડપટ્ટીના શાકભાજીના ધંધાર્થી યુવાનને તે રેંકડી લઇને જતો હતો ત્યારે છરી બતાવી ધોલધપાટ કરી રૂ. ૫૦૦૦નો મોબાઇલ ફોન તથા રૂ. ૨૦૦૦ રોકડા અને હાથમાંથી ૫૦૦૦નું ચાંદીનુ કડુ લૂંટી લીધુ હતું.
20 દિવસ પહેલા જલારામ ચોક પટેલ વાડીની સામે શાકભાજીની લારી વાળાને માર મારી છરી બતાવી રૂ. ૧૦ હજારનો મોબાઇલ અને રૂ. ૮૦૦ રોકડા લૂંટી લીધા હતાં. આ અંગે ભકિતનગરમાં ગુનો નોંધાયો હતો.
20 દિવસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડી પાસે મેળાના પાર્કિંગમાંથી નંબર વગરનું રૂ. ૨૫ હજારનું હોન્ડા ચોરી લીધુ હતું. તેમજ આજી જીઆઇડીસી રોડ પરથી રૂ. ૨૦ હજારનું બીજુ એક બાઇક અને પંદરેક દિવસ પહેલા લક્ષ્મીવાડી સર્કલ પાસેથી રૂ. ૩૦ હજારનું એકસેસ ચોરી કર્યુ હતું. આ અંગે જે તે પોલીસ મથકમાં ગુના નોંધાયા હતાં.