/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/Untitled-1-copy-7.jpg)
ઝડપાયેલા બન્ને શખ્સોએ 7 ઘરફોડ ચોરી અને એક વાહન ચોરીની કબૂલાત કરી
રાજકોટમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા તસ્કરો પૈકી બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂપિયા 3.46 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસની પુછપરછમાં ઝડપાયેલા શખ્સોએ 7 ઘરફોડ ચોરી અને એક વાહનચોરીની કબૂલાત કરી છે. રાજરોટ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીનાં બનાવોને અંજામ આપતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરતાં બે શખ્સોનમે ગ્રામ્ય પોલીસે ઉંઘમાં જ દબોચી લીધા હતા. જેમાં ગોંડલ જામવાાડી જીઆઈડીસી ખાતે રહેતા મવસુખ ઉર્ફે રમેશ નરશી પરમાર અને રાજેશ બાબુ દેવી પુજક આ બન્ને શખ્સો ઘરફોડ ચોરીને અંજામ આપતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે તેમનાં નિવાસ સ્થાને રાત્રિનાં સમયે પોલીસે ત્રાટકીને બન્નેને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા બન્ને શખ્સો પાસેથી પોલીસે રોકડા રૂપિયા 1.70 લાખ, સોના - ચાંદીના દાગીના કિંમત રૂપિયા 1.34 લાખ, ઈલેક્ટ્રીક કટર, વિદેશી ચલણી નોટો, મોબાઈલ કુલ નંગ 54 મળી કુલ રૂપિયા 3.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમની પોલીસે આકરી પૂછપરછ કરતાં 7 જેટલી ઘરફોડ ચોરીની કબુલાત કરી હતી. સાથે એક વાહન ચોરીની પણ તેમણે કબૂલાત કરતાં પોલીસે ગુનો નોંધા બન્નેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.