/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/Untitled-1-copy-2-3.jpg)
પૈસાની લેતી-દેતીના મામલે ફાયનાન્સરે આપઘાત કર્યો હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં ખૂલ્યું
રાજકોટમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીને કારણે વ્યાજે પૈસા લેનારના આપઘાતના સમાચારો તો વારંવાર આવે છે. પંરતુ ઉલ્ટી ગંગા વહી હોઈ તેવો ઘાટ રાજકોટમાં સર્જાયો છે. જેમાં ફાયનાન્સરે પોતે જ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. તો તેણે લખેલી 10 પાનાની સૂસાઈડ નોટ પોલીસને હાથ લાગી છે.
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમા આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા સુધીર કોઠારી નામના ફાયનાન્સરે આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તો ત્યારબાદ પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પીએમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલમા આવેલ પીએમ રૂમે ફોરેન્સીક પીએમ અર્થે ખસેડી હતી. પોલિસની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી-દેતીના મામલે ફાયનાન્સરે આપઘાત કર્યા હોવાનું સામે આવ્યુ છે. પોલિસને સુધીર પાસેથી 10 પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. જે સુસાઈડ નોટ ગાંધીગ્રામ પોલીસે કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે સુસાઈડ નોટમા શુ લખવામા આવ્યુ છે તે બાબતે હજુ પોલિસે કોઈ પણ જાતની સપષ્ટતા નથી કરી.