રાજકોટ:છેડતી મામલે છોકરીના ભાઈએ ઠપ્પકો આપતા ટ્રાફિક વોર્ડને પિતા અને ભાઈઓ સાથે મળી કરી હત્યા

રાજકોટ:છેડતી મામલે છોકરીના ભાઈએ ઠપ્પકો આપતા ટ્રાફિક વોર્ડને પિતા અને ભાઈઓ સાથે મળી કરી હત્યા
New Update

રાજકોટમા વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યુ છે. શહેરના માંડા ડુંગર વિસ્તાર પાસે રહેતા મુરારી નામના યુવકની હત્યા કરવામા આવી છે. શહેરમા ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરતાં ઇશુ મકવાણા નામના શખ્સે પોતાના પિતા અને બે ભાઈઓ સાથે મળી છરીના ૧૯ થી વધુ ઘા ઝીંકી હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે પોલીસે પ્રથમ તો પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમાર્ટમ અર્થે પી.એમ માટે ખસેડી હતી.

ત્યારબાદ પોલીસે પરિવારજનોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમા મુરારીની બહેનની ગત શનિવારના રોજ ટ્રાફિક વોર્ડન ઈશુ મકવાણાએ છેડતી કરી હતી. જે અંતર્ગત મુરારીએ ટ્રાફિક વોર્ડન ઈશુ મકવાણાને ઠપકો આપતા તેને લાગી આવ્યું હતું. આજ બાબતનો રીશ રાખી ઈશુ મકવાણાએ પોતાના પિતા અને ભાઈઓ સાથે મળી મુરારીની હત્યા કરી નાંખી છે. ત્યારે પોલીસે જુદી જુદી ટુકડીઓ બનાવી હાલ તો પરિવારના ૪ સભ્યોની શોધખોળ હાથ ધરી છે.

#Connect Gujarat #News #Beyond Just News #Gujarati News
Here are a few more articles:
Read the Next Article