Connect Gujarat
ગુજરાત

રાજકોટ: અતિથી દેવો ભવ હોટલ પાસે કોળી યુવાનની કરાઈ હત્યા, થાંભલા સાથે બાંધી માર્યો માર

રાજકોટ: અતિથી દેવો ભવ હોટલ પાસે કોળી યુવાનની કરાઈ હત્યા, થાંભલા સાથે બાંધી માર્યો માર
X

રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવેલ માધવન પાર્ટી પ્લોટમાં હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યુ છે. મહેશ ઓકળીયા નામના શખ્સની તેનાજ સાથી કર્મીઓ દ્વારા હત્યા કર્યા હોવાનુ સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા એફએસએલ, સ્થાનિક પોલીસ ક્રાઈમ બ્રાંચ અને એસોજી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક મહેશ ઓકળીયા ગજાનન ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમા મંડપનુ કામ કરતો હતો. તો તેની સાથે અન્ય 3 કર્મીઓ પણ કામ કરતા હતા. મહેશ ઓકળીયા તેની ટીમમાં ખજાનચીનું કામ પણ કરતો હતો. જેથી તમામના પૈસા તેની પાસે રહેતા હતા. જો કે મહેશ પોતાની પાસે રહેલ પૈસા જુગારમા હારી જતા અન્ય કર્મીઓને પૈસા આપતો નહતો. જે બાબતનો ખાર અન્ય કર્મીઓને આવતા તેને ગત મોડી રાત્રે મહેશને પાઈપ વડે ઢોર માર માર્યો હતો. તો સાથે જ અગાશી પર આવેલ થાંભલા સાથે બાંધી તેને માર મારવામા આવ્યો હતો. મહેશ માર ખાતા વખતે અવાજ ન કાઢી શકે તે માટે તેના મોઢા પર પણ બાંધી દેવામા આવ્યુ હતું. હાલ પોલીસે આરોપીઓના ફોન નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story