રાજકોટ: જસદણના યુવકની હત્યા મામલે બે કોન્સટેબલ સહિત ૪ આરોપીઓની કરાઈ ધરપકડ

New Update
રાજકોટ: જસદણના યુવકની હત્યા મામલે બે કોન્સટેબલ સહિત ૪ આરોપીઓની કરાઈ ધરપકડ

રંગીલા રાજકોટ શહેરમાં વધુ ખૂની ખેલ ખેલાયો છે. જેમાં હત્યારાઓ બીજા કોઈ નહિ પરંતુ પ્રજાના રક્ષક એવા પોલીસ જવાનો જ છે. શહેરના ઇન્દિરા સર્કલ પાસે બે દિવસ પહેલા મોડી રાત્રે જસદણના બે યુવકો ઉપર શહેર પોલીસમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ સહીત સાત જેટલા શખ્સોએ ગાળો બોલવા બાબતે માથાકૂટ કરી છરીના ૧૩ ઘા ઝીકી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો જયારે બીજા મિત્રને પાંચ ઘા ઝીંકાતા હાલ સારવાર હેઠળ છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમા ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બે દિવસ પુર્વે ખુની ખેલ ખેલાયો હતો. જેમા કુલદિપ ખવડ નામના મિત્રનુ મોત નિપજ્યુ હતુ જ્યારે અભિનવ નામના બિજા મિત્રને છરીના પાંચ ઘા વાગતા તેને હોસ્પિટલમા ખસેડવામા આવ્યો છે. માત્ર ગાળ બોલવા જેવી અને સામુ કેમ જોયુ તેવી નજીવી બાબત હત્યાના ખેલ સુધી પહોંચી ગઈ હતી. જો કે જોવા જેવી વાત તો એ છે કે હત્યામા ખુદ રાજકોટ પોલીસના બે જવાનો પણ સામેલ છે. ત્યારે પોલીસે બંને જવાનો અને તેના બે મિત્રોની ધરપકડ પણ કરી છે.

પોલીસે ગણતરીની કલાકોમાં વિજય રાયધનભાઈ ડાંગર, હિરેન સુરેશભાઈ ખેરડિયા,અર્જુનસિંહ શત્રુધ્નસિંહ ચૌહાણ,પાર્થ શૈલેષ દોશી મળી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ પકડાયેલ આરોપીઓની હત્યામા ક્યા પ્રકારની સંડોવણી છે. હત્યા માટે ઉપયોગમા લેવાયેલ હથિયાર કોની પાસે હતુ તે તમામ બાબતો હજુ પણ અસપષ્ટ છે. ત્યારે પોલીસે આગામી સમયમા આ મામલે સપષ્ટતા કરે છે કેમ તે જોવુ રહ્યુ. તો સાથે જ બંને પોલીસ કોન્સટેબલ પર ડિપાર્ટમેન્ટલ ઈનક્વાયરી હાથ ધરે છે કે કેમ તે પણ જોવું રહ્યું

Latest Stories