સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, ઓસમ ડુંગર ખાતે વહ્યો સહેલાણીઓનો ધોધ

New Update
સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, ઓસમ ડુંગર ખાતે વહ્યો સહેલાણીઓનો ધોધ

સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે ઉપલેટા પાસે આવેલ પાટણવાવના ઓસમ ડુંગર ખાતે પ્રકૃતિ પૂર બહારમાં ખીલી ઉઠી છે. સહેલાણીઓ અહીં પ્રકૃતિને મન ભરીને માણી હતી, પાણીના ધોધ વહેતા લોકોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું.

રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 12 કિલોમીટરના અંતર આવેલ પાટણવાવનો ઓસમ ડુંગર અત્યારે સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વિસ્તાર માં મેઘરાજાએ અપાર હેત વરસાવીને પ્રકૃતિને ભરપૂર બનાવી દીધી છે. દૂરથી ઓસમ ડુંગરને જોતા જ જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તેવો ભાસ થાય છે. વરસી રહેલા વરસાદના પગલે ઓસમ ડુંગરની ચારે તરફથી ઝરણાંનો ધોધ જોવા મળે છે. ઊંચા ડુંગર ઉપરથી વહી રહેલ પાણીના ઝરણાંઓ ડુંગરના પ્રાકૃતિક સૌંદર્યમાં ખુબજ વધારો કરી રહેલ છે. તળેટીથી ઉપર તરફ આવેલ ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ જતા જતા ચારે તરફથી વાતાવરણ સહેલાણીનું મન મોહિલે છે. ઓસમ ડુંગરનું મોહક વાતાવરણ હાલ તો જાણે કે અહીં જ સ્વિઝરલેન્ડ હોય તેવો ભાષ કરવી દે છે.

મનમોહક વનરાય અને ઝરણાંના કલરવની સાથે ઓસમ ડુંગર ઉપર જયારે ટપકેશ્વર મહાદેવની જગ્યા સુધી પોહચો ત્યારે ત્યાંનો નઝારો જોતા જ રહી જઈએ તેવો છે. અહીં 70થી 80 ફૂટ ઉંચાઈએથી વહી રહેલ પાણીના ધોધને જોતા અદભુત જગ્યા ઉપર આવી ગયા તેમ લાગે છે. નીચે પડી રહેલા પાણી અને તેમાંથી ઉઠી રહેલા ધુમસ્સથી વાતાવરણ ખુબજ અદભુત થઇ જાય છે. સહેલાણીઓ અહીં પાણી જોઈને નાહ્યાં વગર રહી શકતા નથી અને ધોધ નીચે નાહવા લાગે છે. આ અદભુત વાતાવરણને જોઈને ધોરાજીના ધારાસભ્ય પણ આ કુદરતી સૌંદર્યને માણવા માટે અહીં સુધી પોહચ્યાં હતા.

Latest Stories