રાજકોટ : લગ્નવાંછુકોને ખંખેરતા ભોપાલનાં દંપતી સહિત ૩ની ધરપકડ

New Update
રાજકોટ : લગ્નવાંછુકોને ખંખેરતા ભોપાલનાં દંપતી સહિત ૩ની ધરપકડ

રાજકોટમાં લગ્નના નામે છેતરપિંડીના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ લગ્નવાંછુકોને ખંખેરતા ભોપાલનાં દંપતી સહિત ૩ની ધરપકડ કરતી રાજકોટ પોલીસ 500થી વધુ લગ્નવાંછુકોને ભોપાલની ચીટર ટોળકીએ લાખો રૂપિયા યુવાનો પાસેથી ખંખેરીયા હોવાની વાત સામે આવી છે.

રઆપ જે દ્રશ્યો જોય રહ્યા શો તે કોઈ બેન્ક કે મંદિરમાં દર્શન કરવાની લાઈન નથી પણ ભોગ બનનારની લાઈન છે. જી હા આ બધા લગ્નની લાલચમાં ભોગ બન્યા છે. રાજકોટ પોલીસ દ્રારા ભોપાલથી એક એવી ગેંગ પકડી પાડી છે જે લગ્નની લાલચ આપી અને રૂપિયા પડાવતી હતી. આ ગેંગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના 500થી વધુ લગ્નવાંછુકો પાસે થી લાખો રૂપિયા યુવાનો પાસેથી ખંખેરી લીધા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બાબતની માહિતી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને મળી હતી. જે માહિતીના આધારે પોલીસ કમિશનરે તાકીદે ક્રાઇમ બ્રાંચની એક ટુકડીને ચીટર ગેંગને ઝડપી લેવા માટે સૂચના આપી હતી. બાદમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.એમ.ધાખડા સહિતની એક ટુકડી ભોપાલ દોડી ગઇ હતી અને ભોપાલના ઇબ્રાહિમ ગંજ મેઇન રોડ પર રહેતી ઉમા ઉર્ફે કાજલ આહીરવાર, તેનો પતિ પ્રકાશ રઘુવીર આહીરવાર તેમજ મૂળ રાજકોટનો અને ભોપાલ સ્થાયી થયેલા મયૂર રાજેશ ડોડિયાને ઝડપી લીધા છે.

ચીટર ગેંગની ત્રિપુટીને ઉઠાવી લીધા બાદ પોલીસ રાજકોટ લઇ આવી છે અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા અદાલતે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ ચીટર ગેંગે ગુજરાત, રાજસ્થાન સહિતના રાજયોમાં લગ્નવાંછુકોને શિશામાં ઉતાર્યા હોવાની પ્રાથમિક વિગતો પોલીસને મળી છે. રિમાન્ડ દરમિયાન ચીટરગેંગનાં એજન્ટ અન્ય રાજ્યોમાં છે કે કેમ, ચીટર ગેંગનો સૂત્રધાર કોણ છે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાને શિશામાં ઉતાર્યા છે તે સહિતની વિગતો બહાર લાવવા પોલીસ કવાયત હાથ ધરશે. રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજીનાં યુવાનો પણ આ ચીટર ગેંગનો શિકાર બન્યાનું પોલીસના ધ્યાને આવતા તેમને પણ રાજકોટ બોલાવ્યાં છે. રિમાન્ડ દરમિયાન ચીટર ગેંગના અન્ય સાગરીતોના નામો પણ બહાર આવવાની પોલીસે સંભાવના વ્યક્ત કરી છે.

Latest Stories