હંમેશા રાજકારણથી દૂર રહું છું તેવી વાતો કરતા રહેતા ખોડલધામ નરેશનો યુ ટર્ન..!

New Update
હંમેશા રાજકારણથી દૂર રહું છું તેવી વાતો કરતા રહેતા ખોડલધામ નરેશનો યુ ટર્ન..!

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું, રાજકારણમાં આગળ વધો તો જ કોઇક આપણા સમાજનો ભાવ પૂછશે

ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે મહારક્તદાન કેમ્પ અને ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ સમારોહમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે દેખાયા હતા. ચૂંટણી નજીક આવતા જ આ કાર્યક્રમમાં હર હંમેશા રાજકારણથી દૂર રહું છું તેવી વાતો કરતા રહેતા ખોડલધામ નરેશનો યુ ટર્ન જોવા મળ્યો હતો. મંચ પરથી તેને જણાવ્યું હતું કે, રાજકારણમાં આગળ વધો તો જ કોઇક આપણા સમાજનો ભાવ પૂછશે.

Latest Stories