New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-226.jpg)
સામાન્યત: ટ્રાફિક નિયમનના ભંગ બદલ પોલીસ વાહન ચાલકને દંડની પહોંચ આપતી હોઈ છે. પરંતુ શું આપે ક્યારેય એવુ સાંભળ્યુ છે ખરા કે પોલીસ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડની પહોંચ નહીં પરંતુ ગુલાબ, બોલપેન અને હેલમેટનુ સ્ટીકર આપે.
જી, હા રાજકોટ પોલીસે આજના દિવસને ‘નો દંડ’ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. જેના લિધે રાજકોટમાં આજે એક પણ વ્યક્તિને કોઈ પણ પોઈન્ટ પર દંડ ફટકારવામાં નહીં આવે. તો સાથે જ ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને દંડની પહોંચની જગ્યાએ ગુલાબ અને બોલપેન આપવામાં આવી રહી છે. સાથે વાહન પર પોલીસ હેલમેટ શા માટે જરૂરી છે? તેવું સ્ટીકર પણ લગાવી રહી છે.
Latest Stories