/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-276.jpg)
રાજકોટ જીલ્લાના ઉપલેટા નાં સેવંત્રા ગામે ખેડૂતો એ મગફળી નું બેસણું યોજવામાં આવ્યું હતું કપાસ મગફળી જેવાં પાક નિષ્ફળ જવાની શંકા એ ખેડૂતો દ્વારા બેસણું યોજવામાં આવ્યું હતું
વાયુ વાવાઝોડું ની અસર ને લઈને સારાં વરસાદ ને લઈને સૌરાષ્ટ્ર માં ઠેર ઠેર ભીમ અગિયારસ ને દિવસે ખેડૂતો દ્વારા વાવણી કરી નાખવામાં આવી હતી પણ છેલ્લા દોઢ મહિના થી વરસાદ નો એક છાંટો પણ પડ્યો નથી. જેથી ધરતીપુત્રો મા ચિંતા નું મોજું ફરી વળ્યું છે. સૌરાષ્ટ્ર નાં રાજકોટ જીલ્લાના ઉપલેટા નાં સેવંત્રા ગામે પણ વરૂણ દેવ કોપાઈ માન થયાં હોય અને વરસાદ ખેંચાતા જગત નો તાત ચિંતાતુર બન્યો છે. ત્યારે સેવંત્રા ગામે પણ વરૂણ દેવ ને રીઝવવા માટે અને સરકારી તંત્રને જગાડવા માટે સેવંત્રાનાં ખેડૂતો દ્વારા મગફળીનું બેસણું રાખવામાં આવ્યુ હતું અને જેમાં સેવંત્રા ગામનાં તમામ ખેડૂતો આ મગફળી નાં બેસણામાં ઉપસ્થિત રહ્યા હતા.
સેવંત્રા ગામમાં પણ મગફળી બાજરી ઘાસ જેવાં પાક હાલ સુકાઈ જવાં પામ્યા છે વરસાદ ખેંચાતા જગત નો તાત ચિંતા તુરંત બન્યો છે ગયાં વર્ષ નો પાક વિમો સરકાર દ્વારા આપવામાં આવેલ નથીં અને આ વર્ષ નો પણ પાક વિમો આપવામાં આવશે કે નહીં જેથી સેવંત્રા ગામનાં તમામ ખેડૂતો દ્વારા આ મગફળી નાં બેસણું યોજીને સરકાર સુધી આ પાક વિમો ખેડૂતો ને આપવામાં આવે નહીંતર ખેડૂતોની દશા ખરાબ થઈ જશે અને ખેડૂતો ને દવા પીવાનો વારો આવશે. જેથી મગફળીનું બેસણું રાખીને સરકાર સુધી આ વાત પહોંચાડાનો એક પ્રયત્ન કર્યો હતો અને વરૂણ દેવ મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરી હતી.